ઝી બ્યુરો/સુરત: સુરતમાં નકલી પોલીસ પકડાયા પછી હવે સુરતની કામરેજ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી પાડ્યો  છે. આ નકલી IPS અધિકારીએ પૈસા પરત ન આપતા ભાંડો ફૂટી ગયો હતો. વાત જાણે એમ છે કે પ્રદીપ પટેલ નામના વ્યક્તિએ એક સમીર નામના વ્યક્તિને પોતે IPS હોવાનું કહીને કામરેજના વલથાણ નજીક આવેલી તોરણ હોટલમાં ભાગીદારી કરવા માટે કહ્યું હતું અને તેની પાસેથી 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મી આસારામ! તિરંગા યાત્રાની આડમાં કરાયો પ્રચાર


જો કે 23માંથી 11 લાખ રૂપિયા પરત ન આપતા સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી હતી. નકલી IPS બનીને ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે, જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ પ્રદીપ નામના શખ્સે ફરિયાદી સમીરને પોતે IPS ઓફિસર હોવાની ઓળખ આપી હતી. નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે.


અ'વાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમા દુર્ઘટના! 7 ડબ્બા છૂટા પડ્યા, મુસાફરોના જીવ અધ્ધર


મહત્વનું છે કે આરોપીએ તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમીર જમાદાર નામના વ્યક્તિને આરોપી પ્રદિપ પટેલે તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહ્યું હતું અને તેની પાસેથી કુલ 23 લાખ રૂપિયા લીધા હતા. 23માંથી 12 લાખ રૂપિયા આરોપીએ પરત આપી દીધા હતા પરંતુ 11 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા. 11 લાખ પરત ન આપતા સમીરે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. 


Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?