ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ પોલીસે એન્જીનીયરીંગના બે વિદ્યાર્થીઓને નકલી નોટ સાથે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં 50 હજારની 500ના દરની 100 નકલી નોટ કબ્જે કરી હતી. સુરતમાં રહેતા એક શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સવા વર્ષથી નકલી ચલણી નોટ સાચવી રાખી હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વિદ્યાર્થી પોલીસ સકંજામાં, 1ની શોધખોળ
રાજકોટ યુનિવર્સિટી પોલીસની ટીમને નકલી નોટનુ કારસ્‍તાન ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચોક્કસ બાતમી મળી હતી કે કિશન પાંચાણી નામનો શખ્‍સ પ્રેમ મંદિર નજીક જોહર કાર્ડ પાસે બટર ફલાય પ્‍લે હાઉસ પાસે ઉભો છે અને તેણે મરૂન ટીશર્ટ તથા જીન્‍સ પહેરેલા છે, આ શખ્‍સ પાસે નકલી નોટ છે. આ માહિતીને આધારે પોલીસે ત્‍યાં પહોંચી તપાસ કરતાં વર્ણન મુજબનો શખ્‍સ મળી આવતાં તેને રાઉન્‍ડઅપ કરી લીધો હતો. તેની તલાસી લેતાં તેની પાસેથી રૂ.500 ના દરની 100 નોટો મળી આવી હતી. 


ગુજરાત ભાજપે આજે વધુ 11 વિધાનસભા બેઠકના પ્રભારીઓની કરી જાહેરાત


આ શખ્‍સની પુછતાછ કરવામાં આવતાં પોતાનું નામ કિશન દિનેશભાઇ પાંચાણી જણાવ્‍યું હતું. પોલીસ સમક્ષ કિશને આ નોટો અસલી હોવાનું રટણ રટ્યું હતું. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી નોટોની ખરાઇ કરાવતાં તે નકલી હોવાનું સ્‍પષ્‍ટ થઇ જતાં કિશન ગેંગેં ફેંફેં થઇ ગયો હતો. પોલીસે આ નકલી નોટો ક્‍યાંથી આવી? તે અંગે વિશીષ્‍ટ ઢબે પુછતાછ કરતા જ તે પોપટ બની ગયો હતો અને મુળ વિસાવદરના તથા હાલ રાજકોટમાં રહી આત્‍મીય કોલેજમાં બાયોટેક્‍નોલોજીનો અભ્‍યાસ કરતાં અવેશ અનવરભાઇ ભોર પાસેથી આ નકલી નોટો લાવ્‍યાનું કહેતાં પોલીસની ટીમે અવેશને પણ રાઉન્‍ડઅપ કરી લીધો હતો,


GUJARAT CORONA UPDATE: આખરે ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, રોકેટગતિએ વધ્યા એક્ટિવ કેસ


ક્યાંથી લાવ્યા નકલી નોટ?
પોલીસના કહેવા મુજબ, અવેશની વિશેષ પુછતાછ થતાં તેણે 50 હજારની નહિ પણ 1 લાખની નકલી નોટો કિશનને આપી તેના બદલામાં અસલી 40 હજાર તેની પાસેથી મેળવ્‍યાનું કબુલ્‍યું હતું. જો કે કિશન પાસેથી 50 હજારની જ નકલી નોટો મળી હોઇ બાકીની 50 હજારની નોટો ક્‍યાં ગઇ? તેની વધુ પુછતાછ થતાં કિશને કબુલ્‍યું હતું કે તેણે 50 હજારની નકલી નોટો તેના સુરત રહેતાં પિતરાઈ ભાઇ સંજય હરેશભાઇ પાંચાણીને આપી દીધી છે.


પોલીસની એક ટૂકડી સુરત તરફ દોડી ગઇ છે. નકલી નોટો અવેશ લાવ્‍યો હોઇ તેની વધુ પુછપરછ થતાં તેણે એવું રટણ કર્યુ હતું કે પોતે વિસાવદરના હર્ષ રેણુકા પાસેથી આ નકલી નોટો લાવ્‍યો હતો. પોલીસે તપાસ કરાવતાં હર્ષે અગાઉ આપઘાત કરી લીધાનું ખુલ્‍યું હતું. અવેશની આ કબુલાત સાચી છે કે કેમ? તેની વિશેષ તપાસ હાથ ધરી છે.


ગુજરાતમાં શિંદે અને ફડણવીસની થઈ સીક્રેટ મીટિંગ, રાત્રે કોઈને મળવા ગયા હતા: સૂત્રો


પોલીસે બન્ને વિદ્યાર્થીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હાલ આ બંન્ને વિદ્યાર્થીઓ ક્યાંથી આ નકલી ચલણી નોટ લાવ્યા હતા અને ક્યાં છાપી હતી સહિતના મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કોને કોને નકલી નોટ ધબડી દીધી છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.


શું છે તિસ્તા સેતલવાડ સામેના આરોપ? વાંચો અહીં ગુજરાત પોલીસની FIRમાં...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube