શું છે તિસ્તા સેતલવાડ સામેના આરોપ? વાંચો અહીં ગુજરાત પોલીસની FIRમાં...

ગુજરાત એટીએસ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી.

શું છે તિસ્તા સેતલવાડ સામેના આરોપ? વાંચો અહીં ગુજરાત પોલીસની FIRમાં...

ઝી બ્યુરો/અમદાવાદ: તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી છે. ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ તેમણે અમદાવાદ રોડ મારફતે લવાઈ રહ્યા છે. 2002ના ગોધરાકાંડ અંગે તિસ્તાને પકડી વધુ તપાસ કરવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યા છે. તિસ્તાએ રમખાણોના નામે ગુજરાતને બદનામ કર્યું છે. જાકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. કલમ 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાત એટીએસ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેમણે કસ્ટડીમાં લીધા અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. પછી એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જશે.

આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગુજરાત રમખાણોના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં મુખ્યમંત્રીની બેઠકમાં હાજરી આપવાના દાવેદારોના નિવેદનો આ મામલામાં રાજકીય સનસનાટી પેદા કરનાર હતા. જોકે, સંજીવ ભટ્ટ, હિરેન પંડ્યા અને આરબી શ્રીકુમારે SIT સમક્ષ નિવેદનો આપ્યા હતા જે પાયાવિહોણા અને ખોટા સાબિત થયા હતા, કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લોકો કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહ્યા ન હતા.

જાકિયા ઝાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં એફિદેવટમાં ખોટી સહીઓ કરવાનો મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ હતી. શ્રી કુમાર પૂર્વ આઇપીએસ અને સંજીવ ભટ્ટ અને તીસતા સેતલવાડ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. પૂર્વ આઇપીએસ શ્રી કુમાર ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઇ ગ્યાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી જેલ ખાતેથી ધરપકડ કરશે.

ગુજરાત એટીએસ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેમણે કસ્ટડીમાં લીધા અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. પછી એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જશે.

તિસ્તાની તપાસની જરૂરઃ SC
24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડને વધુ તપાસની જરૂર છે, કારણ કે તિસ્તા આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ગુપ્ત રીતે પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહી હતી.

કોર્ટે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ આ કેસમાં એટલા માટે સતત ઘૂસતી રહી કારણ કે ઝાકિયા અહેસાન જાફરી આ સમગ્ર કેસમાં અસલી પીડિતા છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી, જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરી જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા, જેઓ તોફાની ટોળા દ્વારા માર્યા ગયા હતા. ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન જાફરીનું પણ મોત થયું હતું. અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને SITના રિપોર્ટને પડકાર્યો હતો.

SITના રિપોર્ટમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. એસઆઈટીએ ગોધરા ટ્રેન આગની ઘટના અને તે પછીના રમખાણોને ઉશ્કેરવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો હતો. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટ સામે ઝાકિયાની ફરિયાદને ફગાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે આજે ગુજરાત ATS ની ટીમ તિસ્તા સેતલવાડને પકડવા મુંબઈ પહોંચી હતી. તેમના પર 2002 ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં ગુજરાતની છબી ખરડી હોવાનો પણ આક્ષેપ હતા. આ ઉપરાંત તેમની NGO ને મળેલા વિદેશી ફંડ અંગે પણ અગાઉ તપાસ થઇ હતી. જોકે હાલ ATS એ તિસ્તા તલવાડ મુદ્દે મૌન ધારણ કર્યું છે. ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની અટકાયત બાદ 2002 ગોધરા કાંડ મામલે પુછપરછ કરવામાં આવશે. જ્યાં તેમના પર આરોપ લાગ્યો છે કે ઝાકીયા જાફરીની ભાવનાનું તીસ્તાએ શોષણ કર્યું છે. તિસ્તા સેતલવાડે ગોધરાકાંડમાં રાજકારણીઓ સામે ટ્રાયલની અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત મેજિસ્ટ્રેટનો આદેશ યથાવત રાખ્યો છે. હાલ તિસ્તા સેતલવાડના ઘરે અમદાવાદ એટીએસની ટીમ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, તિસ્તા સેતલવાડ એક્ટિવિસ્ટ અને પત્રકાર છે. 

કોણ છે તિસ્તા સેતલવાડ
એક્ટિવિસ્ટ અને પત્રકાર છે તિસ્તા સેતલવાડ
ગોધરાકાંડમાં રાજકારણીઓ સામે ટ્રાયલની કરી હતી અરજી
ગુજરાતના 62 રાજકારણી સામે ટ્રાયલની કરી હતી માગ 

સુપ્રીમ કોર્ટનો શું છે અવલોકન
ગોધરા કાંડ મામલે SCએ મોદીને આપી છે ક્લિન ચિટ
સેતલવાડે અરજીકર્તાની લાગણી સાથે રમ્યાઃ SC
SCએ ગુજરાત મેજિસ્ટ્રેટનો આદેશ યથાવત રાખ્યો છે
ઝાકિયા જાફરીની ભાવનાનું તીસ્તાએ શોષણ કર્યું
પોતાના ફાયદા માટે અરજી કરનારનો ઉપયોગ કર્યોઃ SC
અરજીકર્તા જાકિયા જાફરીની લાગણીનો લાભ લીધોઃ SC

શું છે 2002ની ઘટના 
જાકિયા જાફરી ગોધરા કાંડ બાદના હુલ્લડના પીડિત
જાકિયા જાફરીના MLA પતિને ભીડે મારી નાખ્યા હતા 
ગુલમર્ગ સોસાયટીમાં થઈ હતી અહેસાન જાફરીની હત્યા 
SITની રિપોર્ટને જાકિયાએ SCમાં પડકારી હતી
SITએ દંગા ભડકાવવાના આક્ષેપને નકારી દીધો હતો 
ગુજરાત હાઈકોર્ટે 2017માં જાકિયાની અરજી નકારી હતી

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news