રાજકોટમાં નકલી પોલીસને આતંક, વેપારી પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા
શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની ઓળખ આપીને દાગીના લઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ચાંદીના એક યુવાન વેપારીને નકલી પોલીસ બની બેઠેલા ત્રણ જેટલા શખ્સો રૂપિયા પડાવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે નકલી પીએસઆઇની શોઘખોળ હાથ ધરી છે.
રાજકોટ : શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની ઓળખ આપીને દાગીના લઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ચાંદીના એક યુવાન વેપારીને નકલી પોલીસ બની બેઠેલા ત્રણ જેટલા શખ્સો રૂપિયા પડાવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે નકલી પીએસઆઇની શોઘખોળ હાથ ધરી છે.
દ્વારકા: ગણેશ ચતુર્થીના દિવસે મહિલાએ 4 હાથ અને 4 પગ વાળા બાળકને જન્મ આપ્યો
વેપારીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 10 જુનના રોજ વેપારી દુકાનથી ઘરે જમવા માટે નિકળ્યા હતા. બપોરે લાખાજીરાજ રોડ પર પહોંચતા તેનું ટુ વ્હીલર બંધ પડ્યું હતું. જે રિપેરિંગ કરાવવા ગેરેજ શોધવા માટે વાહન દોરીને જઇ રહ્યા હતા. ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા. હાઇટ બોડી ધરાવતા વ્યક્તિ પોતે પીએસઆઇ છે.
કોરોના મહામારી વચ્ચે GSRTC ના મુસાફરો માટે ખુશ ખબર, શરૂ કરવામાં આવી અનોખી સર્વિસ
બીજા બે પોતાનાં માણસો છે તેમ કહીને તુ આ બાજુ છોકરીઓ સાથે ખરાબ કામ કરવા આવ્યો હતો. તેને પુરી દેવાનો છે તેમ કહીને ધમકાતવા વેપારી ડરી ગયો હતો. જો ફરિયાદ ન કરવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહેતા વેપારીએ આ વ્યક્તિના ઘરે જઇને 5000 રૂપિયા આપ્યા હતા.
આગામી સપ્તાહે રાજ્યની 8 પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા
પૈસાની લાલચ જોઇ ગયેલા નકલી પોલીસે થોડા દિવસ બાદ વેપારીના ઘરે જઇને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપીને કટકે કટકે વધારે રૂપિયાની માંગણી કરી હતી. 75 હજાર રૂપિયા પડાવ્યા હતા. જો કે ફરી વાર 5 લાખની માંગ કરી હતી. જેથી વેપારીએ પુજાના રૂમમાં જઇને પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચી હતી અને બંન્નેને ઝડપી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર