ગુજરાતમાં નકલી પોલીસનો આતંક, જેતપુરમાં વયોવૃદ્ધ લોકોને કરતા હતા ટાર્ગેટ
શહેરમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી છે. પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા 2 ગુનેગારો વડીયાથી ઝડપાયા છે. પોલીસ સાથે છુપાયેલા ચહેરા જેતપુર પોલીસે બેનકાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકી આપી લૂંટ ચલાવતાની શહેર પોલીસને ફરિયાદો મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના પગલે પોલીસના હાથે નકલી પોલીસની બેલડી લાગી હતી.
જેતપુર : શહેરમાં પોલીસના સ્વાગમાં લોકોને લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી છે. પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા 2 ગુનેગારો વડીયાથી ઝડપાયા છે. પોલીસ સાથે છુપાયેલા ચહેરા જેતપુર પોલીસે બેનકાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકી આપી લૂંટ ચલાવતાની શહેર પોલીસને ફરિયાદો મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના પગલે પોલીસના હાથે નકલી પોલીસની બેલડી લાગી હતી.
ટાઉન પ્લાનીંગ ઇતિહાસમાં પ્રથમવાર ઐતિહાસીક રીતે ઝીરો પેન્ડન્સીનું લક્ષ્યાંક પૂર્ણ
પોલીસના સકંજામાં આવેલા વિજય ઉર્ફે દેવરાજ બાંભણીયા અને તેમનો સાથી અજય ઉર્ફે કાનો લાલકીયા સાંજના સમયે જેતપુરના શાંત વિસ્તારોમાં ક્યાં જ્યાં ઓછા લોકોની અવર જવર હોય ત્યાં સિનિયર સિટીઝન તેમજ પરપ્રાંતીય લોકોને ઉભા રાખી પૂછપરછ કરી માર મારતા હતા. પોતે પોલીસ હોવાની ઓળખ આપતા હતા, તેમજ ઉભા રાખેલા લોકો પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ મથકમાં નોંધાઇ છે.
GUJARAT CORONA UPDATE: નવા 971 દર્દી, 993 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત
પોલીસે જ્યારે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યા હતો. ત્યારે આ બેલડી અનેક જગયાએ CCTVમાં કેદ થઈ હતી. જેમના પગલે પોલીસે વધુ તપાસ કરતા આ બંને આરોપી અમરેલી જિલ્લાના વડીયાના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે શહેર પોલીસે વડિયા તપાસ કરતા બંને આરોપી ત્યાંથી મળી આવ્યા હતાં. ત્યારે અત્યાર સુધી આ બંને આરોપીઓએ જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. અત્યાર સુધી લોકો પાસેથી લુટેલા 14 મોબાઈલ સાથે રોકડ રકમ કબજે કરી છે. આરોપીઓ ઉપર અગાવ પણ લૂંટ, પ્રોહીબીસનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube