નકલી સરકારી કચેરી, RTO બાદ હવે ગુજરાતમાં નકલી સ્કૂલનો પર્દાફાશ, ચાલતો હતો નર્સરીથી ધો.10 સુધીનો અભ્યાસ
રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી નકલી સરકારી કચેરી, નકલી RTO હોવાનું સામે આવતું હતું. પરંતુ હવે રાજકોટ જિલ્લામાં નકલી ખાનગી સ્કૂલ ધમધમતી ઝડપાઇ છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, માલિયાસણ ગામ નજીક પીપળીયા ગામ આવેલું છે. અહીં છેલ્લા 6 થી 7 વર્ષ થી નકલી સ્કૂલ ધમધમતી હતી.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના માલિયાસણ નજીક આવેલ પીપળીયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હોવાની માહિતી આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દરોડો કર્યો હતો. 30 કરતા વધુ વિદ્યાર્થીઓને શટર વળી દુકાનમાં અભ્યાસ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. જોકે નવાઈની વાત તો એ છે કે, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજકોટની ત્રણ અલગ અલગ સ્કૂલની માર્કશીટ આપવામાં આવી હતી. તાલુકા શિક્ષણાધિકારીની તપાસમાં કોઈ જ મંજૂરી વગર સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હોવાનું ખુલતા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલનું સંચાલન કરતા દંપતીને લઈ જવામાં આવ્યા હતા.
અંબાલાલે તો હવે ભારે કરી! શું ગુજરાતમાં આ વિસ્તારોમાં આવી શકે છે ખતરનાક પૂર?
- નકલી સરકારી કચેરી, નલકી RTO બાદ હવે નકલી સ્કૂલ...
- રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતી હતી નકલી સ્કૂલ..
- નર્સરીથી ધોરણ 10 સુધીમાં વિદ્યાર્થીઓ કરતા હતા અભ્યાસ..
- તાલુકા શિક્ષણાધિકારી પણ વિદ્યાર્થીઓને જોઈને ચોંકી ઉઠ્યા.
રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી નકલી સરકારી કચેરી, નકલી RTO હોવાનું સામે આવતું હતું. પરંતુ હવે રાજકોટ જિલ્લામાં નકલી ખાનગી સ્કૂલ ધમધમતી ઝડપાઇ છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, માલિયાસણ ગામ નજીક પીપળીયા ગામ આવેલું છે. અહીં છેલ્લા 6 થી 7 વર્ષ થી નકલી સ્કૂલ ધમધમતી હતી. પીપળીયા ગામના એક વિદ્યાર્થીના વાલીએ 3 હજાર રૂપિયા ફી ન ભરી હોવાથી સ્કૂલ સંચાલકે ચાલુ પરિક્ષામાંથી વિદ્યાર્થીને ઉભો કરી દીધો હોવાની ઘટના બની હતી. જેથી વિદ્યાર્થીના માતા રૂકસાના ઘેલાએ જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયતમાં શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી.
જેથી આજે ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં તાલુકા શિક્ષણાધિકારી વિમલ ગઢવી ટિમ સાથે પહોંચ્યા હતા અને સ્કૂલ શરૂ કરી તેની મંજૂરીના કાગળ તપાસ માટે માંગ્યા હતા. જે ન હોવાનું સામે આવ્યું હતું. તાલુકા શિક્ષણાધિકારીએ નકલી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને વાલીઓના નિવેદન નોંધ્યા હતા. એટલું જ નહીં શટર નાંખી દુકાનમાં ચલાવવામાં આવતી આ નકલી સ્કૂલની 3 દુકાનો સીલ કરવામાં આવી હતી.
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?
શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. તાલુકા શિક્ષણાધિકારીની તપાસમાં રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલની માર્કશીટ પણ મળી આવી હતી. રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ કહ્યું હતું કે, પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ તાલુકા પ્રમુખ કેતનભાઈ કથીરિયા દ્વારા મળી હતી. જેથી આજે તપાસ માટે ત્યા પહોંચ્યા હતા.
જે દરમિયાન સામે આવ્યું કે, શિક્ષણ વિભાગની માન્યતા વિના વર્ષ 2018થી અત્યાર સુધી એટલે કે છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી. સ્કૂલના સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી. 29 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ લઈ રહ્યા હતા. જે વિદ્યાર્થીને અભ્યાસ અહીં કરાવવામાં આવતો હતો જ્યારે તેનું એડમિશન રાજકોટ શહેરની અન્ય સ્કૂલોમાં કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી હવે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં LC જેતે સ્કૂલમાંથી મેળવી સરકારી શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને નકલી સ્કૂલના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરવામાં આવી છે.
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલના સંચાલક કાત્યાયનીબેન તિવારી અને સંદીપ તિવારી બોગસ સ્કૂલ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જોકે આ સ્કૂલ સંચાલકો પોતાનો બચાવ કરતા કહી રહ્યા છે કે, પ્રિ સ્કૂલ કે કલાસીસ માટે લાઇસન્સની કોઈ જરૂર જ નથી. અમે તો કલાસીસ ચલાવી રહ્યા હતા. અમારી સ્કૂલ આસપાસ અનેક ગોરખ ધંધા થાય છે તે ઉજાગર કરો અમે તો શિક્ષણ આપી રહ્યા હતા.
નકલી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સ્કૂલમાં જ્યારે તપાસ કરવામાં આવી તો આ સમયે સ્કૂલમાં ભણતા 33 વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. આ સાથે જ રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, અહીં સવાલ એ છે કે, છેલ્લા છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી તો શિક્ષણ વિભાગનું ધ્યાને શા માટે ન ગયું?
શું ફરી ખતરનાક વાયરસ મચાવશે તાંડવ? ચેપ લાગ્યો તો થશે લકવો, આ 2 દેશોએ આપી ચેતવણી