નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નસીતપુર ગામેથી નકલી કપાસના બિયારણનો મસમોટો જથ્થો ઝડપાઈ ગયો. નસિતપર ગામમા અલગ અલગ બિયારણની કંપનીની થેલીમાં નકલી બિયારણનું પેકીંગ થઈ રહ્યું હતુ. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા આશરે 600 કિલો જેટલો ડુપ્લીકેટ બિયારણ નો જથ્થો મળી આવતા પોલીસે તે જઠતો જપ્ત કરી ધોરણસર કાર્યવાહી શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Parineeti- Raghav: રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ કરી લીધી સગાઈ, જુઓ તસવીરો


આગામી ચોમાસાને ધ્યાને લઇને ખેડુતો હાલ ખેતીકામ માં લાગી ગયા છે અને ચોમાસા દરમ્યાન વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવા માટેના બિયારણની ખરીદી પણ શરૂ કરી દીધી છે, પરંતુ મોટાભાગના ખેડૂતો અસલી કે નકલી બિયારણ અંગે જાણકાર નથી હોતા, જેના કારણે ખેડૂતો ખૂબ ઝડપથી છેતરાઈ જતાં હોય છે, અને આવા ખેડૂતોનો કેટલાક લેભાગું તત્વો લાભ ઉઠાવવાનું ચૂકતા નથી, આવા ખેડૂતોને વિશ્વાસમાં લઈને નકલી બિયારણ પધરાવી દેતા હોય છે. પરંતુ સમય જતાં જ્યારે ખેડૂતો ને છેતરાયા હોવાનો અહેસાસ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.


CM ભૂપેન્દ્ર પટેલ શું આપી રહ્યા છે રાજીનામું? જાણો આ વાયરલ અહેવાલ પાછળની સાચી હકીકત


વલભીપુર તાલુકામાં મોટા ભાગના ખેડૂતો કપાસ નું વાવેતર કરતા હોય છે, અને વાવણી સમયે જો ઘર આંગણે બિયારણ મળી જતું હોય તો ખેડૂતો લાંબો વિચાર નથી કરતા અને લોભામણી જાહેરાતો થી આકર્ષાઈ ને ખેડૂતો પરખ કર્યા વગર કંપનીના નામ જેવાજ ભળતા નામે સસ્તા ભાવે મળતા બિયારણની ખરીદી કરી તેની વાવણી પણ કરી દેતા હોય છે, અને આવા ખેડૂતો ને લૂંટવા કેટલાક લેભાગુ તત્વો તૈયાર થઈ ને બેઠા છે, તેમજ ગામડે ગામડે ફરી અસલી ના નામે ખેડૂતો ને નકલી બિયારણ ધાબડી રહ્યા છે. આવા બિયારણ નું વાવેતર કર્યા પછી કોઈ ઉપજ નહિ મળવાના કારણે ખેડૂતોના પૈસાનું પાણી થઈ જાય છે તેમજ આખા વર્ષ દરમ્યાન કરેલી મહેનત એળે જાય છે. પાક નિષ્ફળ જતાં અંતે ખેડૂતો ને રોવાનો વારો આવે છે.


ગોઝારો શનિવાર: ગુજરાતમાં એક બે નહીં, ત્રણ દુર્ઘટનામાં 7 લોકોને મળ્યું દર્દનાક મોત


વાવણી સમયે ખેડૂતો જયાંથી બિયારણની ખરીદ કરે ત્યારે થોડી ચોકસાઈ રાખે તો છેતરાવા નો વારો નથી આવતો, જેમાં વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ ચેક કરવું જોઈએ અને જે બિયારણ ખરીદે તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની સમય મર્યાદા પુરી થવાની વિગત દર્શાવાતું બીલ ખેડૂતોએ વેપારી પાસેથી માંગવું જોઇએ.


'શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા'


ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલાં નસિતપર ગામેથી પૂર્વ બાતમી ના આધારે વલભીપુર પોલીસે 650 કિલો જેવો ડુપ્લીકેટ બિયારણનો જથ્થો જપ્ત કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વલભીપુર તાલુકાના નસિતપર ગામે અંબાલાલ પનાળીયા અને જીવરાજ પનાળીયા નામના બે ઈસમો એ વાવણી ની સીઝન જોઈ ભલાભોળા ખેડૂતો ને છેતરવા નકલી બિયારણ નો વેપલો શરૂ કર્યો હતો, જેમાં અસલ કંપની ના નામ સાથે ભળતાં નામવાળા ડુપ્લીકેટ બિયારણ પ્રગતિ 5, 5G, ATM 11, અજીબ 155 નામના કંપનીના નામે ડુપ્લીકેટ બિયારણ પેકિંગ કરી એ બિયારણ ખેડૂતોને આશરે 900 થી 1200 રૂપિયામાં પધરાવી દેવામાં આવતું હતું. પરંતુ પોલીસે નકલી બિયારણ ના મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે.