'શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા'
સુરતના ડીંડોલી વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારમાં 14 વર્ષની દીકરી છે. દરમ્યાન સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર આકાશ સિંગ નામના યુવકે રિકવેસ્ટ મોકલી હતી. જે સગીરાએ સ્વીકારી લીધી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: ડીંડોલીમાં એક 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા થકી આરોપીએ સગીરા અને તેના ભાઈ સાથે મિત્રતા કેળવી ઘરે અવર જવર શરૂ કરી હતી. દરમ્યાન સગીરા ઘરે એકલી હતી તે દરમ્યાન એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ડીંડોલી વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારમાં 14 વર્ષની દીકરી છે. દરમ્યાન સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર આકાશ સિંગ નામના યુવકે રિકવેસ્ટ મોકલી હતી. જે સગીરાએ સ્વીકારી લીધી હતી. અને બંને વચ્ચે વાતચીત થતા પરિચય થયો હતો. આકાશ સિંગ પણ ડીંડોલી વિસ્તારમાં રહેતો હોય તેણે સગીરાના ભાઈ સાથે પણ મિત્રતા કરી લીધી હતી અને તેના ઘરે અવર જવર કરતો હતો.
જેમાં ગત 26-01-2023 ના રોજ સગીરાની માતા વતન ગઇ હતી અને પિતા કામ પર ગયા હતા ત્યારે સગીરા ઘરે એકલી હતી, ત્યારે આરોપી આકાશ સિંગ તેના ઘરે બપોરના સમયે આવી પહોંચ્યો હતો. સગીરાના ઘરે આવી આકાશ સિંગે બળજબરી કરી 'શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા' એવી ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી બપોરના સમયે સગીરા ઘરે એકલી હોય ત્યારે આરોપી ઘરે આવતો અને સગીરા ને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો.
જો કે આરોપીની હેરાનગતિથી કંટાળી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર બનાવની જાણ પરિવારને કરી હતી અને બાદમાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. જેમાં ડીંડોલી પોલીસને માહિતી મળી કે આરોપી તેના બહેન બનેવીને ત્યાં રાજકોટ નાસી ગયો છે કે સુરત પાછો ફર્યો છે અને હાલમાં ગોડાદરા બ્રિજ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ બિહારના વતની અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા આકાશ સિંગ ગુરુજીત સિંગને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે