Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી જિલ્લાના વઘાસીયા પાસે બોગસ ટોલનાકાના મામલાની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા ચાર અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો કમિટિમાં સમાવેશ કરાયો છે. બોગસ ટોલનાકેથી પસાર થતા વાહનો વાળા રસ્તાની સરકારી રેકર્ડ મુજબની તપાસ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ પ્રાંત અધિકારી કલેક્ટરને બોગસ ટોલનાકા બાબતે ફાઇનલ રિપોર્ટ સુપરત કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી સુધી કોઈ આરોપી ન પકડાયો 
મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર વઘાસીયા પાસે ટોલનાકુ આવેલું છે અને તે ટોલનાકાની બાજુમાં બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. આ બાબત મીડિયામાં ઉજાગર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હજુ સુધી આરોપી પકડાયેલ નથી. જોકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા હાલમાં જે ગેરકાયદેસર ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડસો મૂકીને તથા ખાડા ખોદીને તે રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને ટોલ પ્લાઝા ઉપર વાહનોની સંખ્યામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.


અંબાલાલ પટેલે ફરી નવી આગાહી આપીને ચેતવ્યા, ગુજરાત પરથી સંકટ હજી ટળ્યુ નથી


મીડિયામાં અહેવાલ બાદ તંત્ર દોડતું થયું 
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મોરબી જિલ્લાના વઘાસીયા પાસે આવેલ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી નિયમ પ્રમાણે સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે. જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલો જ્યારે મીડિયામાં ઉજાગર થયો ત્યારબાદ કલેક્ટર, પોલીસ અને વહીવટી તંત્ર વિગેરે દોડતા થયા હતા અને ગઈકાલે સવારથી આ સમાચારો પ્રસિદ્ધ થયા બાદ સાંજ સુધીમાં વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હજુ સુધી આ ગુનામાં કોઈ આરોપીની ધરપકડ થયેલ નથી. પરંતુ ટોલ પ્લાઝાનું કામ કરતી એજન્સી દ્વારા ગેરકાયદે જે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડશ ઉભી કરીને ત્યાં પોતાના કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. તેમજ કેટલીક જગ્યાએ રસ્તામાં જેસીબી થી ખાડા ખોદીને રસ્તા ઉપર વાહનોની અવરજવર ન થઈ શકે તે પ્રકારે રસ્તાને બંધ કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં એક એવુ મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ જ નથી, ભારતનો નક્શો જ આ મંદિરની પ્રતિમા


કેનેડા ગયેલા ગુજરાતીઓના કડવા અનુભવો જાણી તમે કહેશો, ભઈ આપણું ભારત સારું હોં!


વધુમાં સૂત્રો પાસેથી જાણવા્ મળતી પ્રમાણે અગાઉ દૈનિક આ ટોલ પ્લાઝા ઉપરથી 24 કલાકમાં 7000 જેટલા વાહનોની અવરજવર થતી હતી. જોકે ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ આઠ કલાકમાં 300 થી 350 જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયો છે અને લગભગ 24 કલાકમાં 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા દૈનિક આ ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે


જેરામ પટેલના રાજીનામાની પાટીદારોમાં માંગ
મોરબી જિલ્લાના પાટીદાર સમાજના યુવા નેતા દ્વારા જેરામભાઈના રાજીનામાની માંગ કરાઈ છે. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે જોડાયેલા જેરામભાઈ વાંસજાળીયાના રાજીનામાની માંગ ઉઠી છે. મનોજ પનારા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જયરામભાઈનું રાજીનામું માંગવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં બોગસ ટોલનાકાના પ્રકરણમાં નોંધેલ ફરિયાદમાં તેના દીકરાનું આરોપી તરીકે નામ હોઈ આ રાજીનામું માંગ્યુ હોવાનુ જણાવ્યું. યુવાનોને નેતૃત્વની તક આપવા માટે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે મૂકવું જોઈએ રાજીનામું તેવું મનોજ પનારાએ જણાવ્યું.


99 ટકા લોકો કરે છે અંગ્રેજીમાં આ ભૂલ, C અક્ષરને ‘ક’ થી વાંચવુ કે ‘સ’ થી?