મુસ્તાક દલ, જામનગર: જામનગરની સગીરાને સોશિયલ મીડિયા મારફત ફસાવીને અપહરણ કરી ગયાની ફરીયાદી પોલીસે જીણવટભરી તપાસમાં લવ જેહાદનો કિસ્સો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બરોડા રેલ્વે સ્ટેશન ખાતેથી આરોપી આસામના શખ્સને દબોચી લીધો હતો. આ અંગે સીટી-સી પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજયમાં લવ જેહાદના કિસ્સાઓના પ્રકરણે ચર્ચા જગાવી છે. તાજેતરમાં ડીસા ખાતે મામલો ચગ્યો હતો દરમિયાનમાં જામનગરમાં લવ જેહાદનો કિસ્સો બહાર આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું અને આસામના શખ્સને દબોચી લેવાયો છે. વધુમાં મળેલી વિગત મુજબ જામનગરમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી આસામના શખ્સ જહેરુલ ઇસ્માઇલ નામના યુવક સાથે થયો હતો અને ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા. ત્યારબાદ જામનગરની સગીરાને ફસાવનારા આસામના શખ્સ સામે સીટી-સીમાં ફરીયાદ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- વિધર્મી યુવતી સાથે લગ્ન કરતા હિન્દુ યુવકને મળ્યુ મોત, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ


આ અંગેની વિગતો બહાર આવતા જામનગર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા અને આરોપી આસામના શખ્સને રેલ્વે પોલીસની મદદથી વડોદરા વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો છે. યુવતિને ફસાવીને ભગાડવાનો પ્રયાસ કરનાર આસામનો વિધર્મી યુવક પોલીસના સકંજામાં આવી ગયો છે અને તપાસને આગળ ધપાવવામાં આવી છે, આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube