જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા ગુજરાતી યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો
મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા 7 મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે
ઝી મીડિયા બ્યૂરો: મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા 7 મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. જે પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જેને લઇ જયેશના પરિવારે મદદ કરવા લોકોને અપીલ કરી છે.
વર્ષ 2018 માં જયેશ પટેલ વર્ક પરમિટ સાથે જાપાન નોકરી કરવા ગયો હતો. જયેશની પત્ની જલ્પા પ્રેગ્નેન્સીને લઇને ભારત પરત આવી હતી. જયેશનું સ્વાસ્થ્ય બગડતા 5 ઓક્ટોબર 2020 ના તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટીબીના રોગની સારવાર કરવામાં આવી હતી. પરંતુ જાન્યુઆરીમાં જયેશને બ્રેઇન સ્ટ્રોક આવતા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થયું હતું. જયેશના પિતા હરિભાઈ નિવૃત શિક્ષક છે અને તેઓ 20 દિવસથી જાપાનમાં છે.
આ પણ વાંચો:- સ્મશાનોની ભઠ્ઠી પીગળી, પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા?
જો કે, પરિવારે જયેશને ભારત પરત લાવવા માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાંથી ફિટ ટૂ ફ્લાઈટનું સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી. જેથી જયેશને પ્રાઇવેટ એર એમ્બ્યુલેન્સમાં ભારત પરત લાવવો પડે તેમ છે. જેમાં અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. જે પરિવાર માટે અશ્ક્ય છે. તેથી જયેશના પરિવાર અને તેના મોટા ભાઈ હાર્દિક પટેલે સરકાર અને લોકો પાસે આર્થિક મદદ માટે અપીલ કરી છે. હાર્દિક પટેલને PayTM થી 9998088824 નંબર ઉપર મદદ કરી શકો છો. Yes Bank સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, IFSC: YESB0000650, એકાઉન્ટ નંબર 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો:- રેલવેનો મોટો નિર્ણય, કેન્સલ થઈ ગુજરાતમાંથી પસાર થતી આ ટ્રેનો
જાપાનમાં જયેશ પટેલનું સ્વાસ્થ્ય ખરાબ થતા ગુજરાતમાં રહેતી તેની પત્ની જલ્પા અને બે દીકરીઓ વૃતિ (ઉં- 7) અને હેત્વી (6 માસ) પિતાની રાહ જોઈ રહી છે અને જલ્પા પરિવારજનોને તેના પતિને પરત લાવવા વિનંતી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube