ફરી એકવાર નવા વાવાઝોડાના સંકેત! આ તારીખે ધારણ કરશે પ્રચંડ રૂપ, આ વિસ્તારો આવશે ઝપેટમાં!

Cyclone Alert: બંગાળની ખાડીમાં એકવાર ફરી એક નવું વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 21 નવેમ્બરે આંદામાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવના છે. આ વાવાઝોડું 22થી 23 નવેમ્બરની વચ્ચે તીવ્ર બની શકે છે.

1/8
image

હવે દેશભરમાં શિયાળાએ દસ્તક આપી દીધી છે. જ્યારે, IMD એ દેશના ઘણા રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ અને વીજળીના કડાકા વચ્ચે હવામાન પર એક મોટું અપડેટ આપ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદની સમસ્યા ફરી એકવાર આવવાની છે. 

2/8
image

ઉત્તરપૂર્વ ચોમાસાની ઋતુ દરમિયાન હિંદ મહાસાગર થોડો ઊંડો બને છે. આ કારણે નવેમ્બરમાં તોફાનની ગતિવિધિ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચે છે. જોકે આ વખતે તે કંઈક અંશે નિષ્ક્રિય છે. આ સિઝનમાં ચોમાસા પછી જે વાવાઝોડું આવ્યું તે 'દાના' હતું.

3/8
image

ઓક્ટોબર 2024માં દાના વાવાઝોડાએ ગંભીર ચક્રવાત તરીકે લેન્ડફોલ કર્યું હતું. જોતજોતામાં, દાનાએ ગંભીર કેટ-1 ચક્રવાતનું સ્વરૂપ લીધું અને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી. ચક્રવાત દાના 24-25 ઓક્ટોબરની વચ્ચેની રાત્રે ધામરા બંદર નજીક ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું.

21 થી 23 નવેમ્બર સુધી તીવ્ર બની શકે છે તોફાન

4/8
image

જો કે, બંગાળની ખાડીમાં ફરી એકવાર નવા ચક્રવાતના સંકેત મળી રહ્યા છે. એવું IMDનું કહેવું છે. જો કે, હવામાન વિભાગના અહેવાલ મુજબ, આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠા પર સંપૂર્ણપણે અલગ ટ્રેક અને અસર કરશે.

5/8
image

હવામાન વિભાગની આગાહી અનુસાર, 21 નવેમ્બર 2024 ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓની દક્ષિણે આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે. આ ચક્રવાત 22 થી 23 નવેમ્બરની વચ્ચે વધુ તીવ્ર બની શકે છે. જો આમ થશે તો 23 નવેમ્બર સુધીમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. IMDનો અંદાજ છે કે 23 નવેમ્બર સુધીમાં મંદી સર્જાવાની સંભાવના છે.

આ વખતે શ્રીલંકા બરબાદીનો સામનો કરશે!

6/8
image

IMDના રિપોર્ટ અનુસાર, લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થશે અને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, ત્યારબાદ તે વધુ મજબૂત બનશે અને પછી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. IMD એ સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે 26 અને 27 નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે.

7/8
image

જો કે, આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે સિઝનના આ તબક્કે આ ચક્રવાત વિશે અંતિમ આગાહી કરવી અને તેના ટ્રેક અને તીવ્રતાનો અંદાજ લગાવવો શક્ય નથી. આ નવી સિસ્ટમ અને આગામી દિવસોમાં તેની હિલચાલ પર નિર્ભર કરે છે કે આવનારા સમયમાં શું થવાનું છે. તોફાન આવશે કે નહીં તે આ હવામાન પ્રણાલીની ગતિ જોઈને સમજી શકાય છે.

શું હશે આ વાવાઝોડું નામ?

8/8
image

જોકે જો આ સિસ્ટમ વાવાઝોડું બને છે તો આ સીઝનનું બીજું ચક્રવાક હશે. સાઉદી અરેબિયાના સૂચન આપ્યું છે કે, આગામી વાવાઝોડાનું નામ 'ફેનગલ' રાખવામાં આવશે અને તેણે 'ફીનજલ' ઉચ્ચારણ કરવામાં આવશે. સંયોગથી, નવેમ્બરમાં બંગાળની ખાડી પર બનેલા આ તોફાનો સામાન્ય રીતે ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. બાંગ્લાદેશ પણ આ વાવાઝોડાની રેન્જમાં આવે છે.