Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરના ખટોદરા પાસે રીક્ષા ચાલકે અરફેડે લેતા યુવકનું મોત નીપજ્યું છે. યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે આવી રહેલી રીક્ષા ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મધ્યમ વર્ગીય પરિવારના મોભીનું જ અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભ તૂટી જવા જેવી ઘટના બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં રહેતો 38 વર્ષીય ગણેશ બાબુ બોરસે ભેસ્તાન ખાતે કાપડના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ સાંજના સમયે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન રોડ ક્રોસ કરતાં પૂર ઝડપે આવી રહેલી રીક્ષા ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી બાજુ ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોએ રીક્ષા ચાલકને પકડી પાડી પોલીસને સોપ્યો હતો.


હજારો રાજકોટવાસીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો, આંકડો છે ચોંકાવનારો


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય


મૃતક ગણેશ બોરસે મૂડ મહારાષ્ટ્રના જલગાંવનો વતની છે. તે સુરતમાં પત્ની, બે પુત્રી એક પુત્ર સાથે રહેતો હતો. કપડાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક પૂર ઝડપે આવી રહેલ રીક્ષા ચાલકે અડફેટે લેતા મોત નિપજવાથી ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 


હાલ તો સમગ્ર ઘટનાને લઇ સલામતપુરા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાત સરકારને સરકારી શાળામાં કોઈ રસ નથી, 1657 સરકારી શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છ


કાળ બનીને આવતો હાર્ટએટેક છીનવી રહ્યો છે ગુજરાતના યુવકોની જિંદગી, 24 કલાકમાં 3 મોત