સુરત: કોરોનાને હરાવનારા 106 વર્ષનાં દાદા સહિતનાં પરિવારે પ્લાઝમા ડોનેટ કર્યા
કોરોના નહી પરંતુ કોરોનાનો ડર માણસને ગંભીર બનાવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. એક જ પરિવારનાં સાત લોકોએ કોરોનાને મ્હાત આપી છે જે પૈકી એક પ્રૌઢની ઉંમર 106 વર્ષ છે. આ પરિવારનાં સભ્યોએ કોરોનાના ગંભીર દર્દીઓને ઝડપથી રિકવર થાય તે માટે પોતાના પ્લાઝમા પણ દાન કર્યા છે. તેમણે કહ્યું કે આ એક ભુજ સરળ પ્રક્રિયા છે. આમાં આપણુ લોહી લેવામાં આવતું નથી. કોરોના મુક્ત થયેલા તંદુરસ્ત વ્યક્તિમાં એન્ટીબોડી બને એટલે ચેપ લાગ્યાના 28 દિવસ બાદ પ્લાઝમા આપી શકાય છે.
સુરત : કોરોના નહી પરંતુ કોરોનાનો ડર માણસને ગંભીર બનાવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. એક જ પરિવારનાં સાત લોકોએ કોરોનાને મ્હાત આપી છે જે પૈકી એક પ્રૌઢની ઉંમર 106 વર્ષ છે. આ પરિવારનાં સભ્યોએ કોરોનાના ગંભીર દર્દીઓને ઝડપથી રિકવર થાય તે માટે પોતાના પ્લાઝમા પણ દાન કર્યા છે. તેમણે કહ્યું કે આ એક ભુજ સરળ પ્રક્રિયા છે. આમાં આપણુ લોહી લેવામાં આવતું નથી. કોરોના મુક્ત થયેલા તંદુરસ્ત વ્યક્તિમાં એન્ટીબોડી બને એટલે ચેપ લાગ્યાના 28 દિવસ બાદ પ્લાઝમા આપી શકાય છે.
ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...
હાલ સુરતમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમની સારવાર માટે પ્લાઝમા ખુબ જ ઉપયોગી થાય તેમ હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો પ્લાઝમા ડોનેટ કરે તે ખુબ જ જરૂરી છે.કેડી ગોયાણીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતી દ્વારા લોકડાઉન વખતે ખુબ સેવાના સરાહનિય કામ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓને પ્લાઝમાની જરૂર હોવાથી પ્લાઝમા ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પ્લાઝમાં ડોનેટ કર્યા છે છે. પ્લાઝમાનું દાન બધાનું હાલ લેવાતું નથી. કલ્પેશભાઇ વાઘાણીએ જણાવ્યું કે, હાલ સંઘ દ્વારા કોરોના મુક્ત થયેલા દર્દીઓને પ્લાઝનમાં ડોનેટ કરવા માટે ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. આપણે બીજાને બચાવી માનવતા દાખવવાનું મહામુલુ કામ દરેક કોરોના હરાવનારાએ કરવું જોઇએ.
ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...
ગાઇડ લાઇન અનુસરવામાં આવે તો દર્દીને કોઇ સમસ્યા થતી નથી. આપણે તો કોરોનામાંથી બચી ગયા પરંતુ બીજા લોકો બચી જાય તે પણ મહત્વનું છે. અદ્યતન મશીન દ્વારા કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનાં પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ICMR અને NBTC ની તમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube