અમદાવાદ : ગોડાઉનની આગમા હોમાયેલા 8 કામદારોના મૃતદેહોને પરિવારે ન સ્વીકાર્યા, સરકાર પાસે કરી માંગ
મૃતકોના પરિવારજનોએ સરકાર સામે રોષ વ્યક્ત કરીને મૃતદેહોને સ્વીકારવાની ના પાડી છે. 12માંથી ચાર મૃતકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યાર કે 8 મૃતદેહ હજી પણ સ્વીકારવાના બાકી છે
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં 2020માં બીજીવાર આગની કરુણાંતિકા સર્જાઈ છે. આ પહેલા કોરોના હોસ્પિટલની આગમાં દર્દીઓ હોમાયા હતા. જેના બાદ ગઈકાલે સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ (ahmedabad fire) માં 12 કામદારોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જોકે, હાલ વીએસ હોસ્પિટલની બહાર ભારે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. મૃતકોના પરિવારજનોએ સરકાર સામે રોષ વ્યક્ત કરીને મૃતદેહોને સ્વીકારવાની ના પાડી છે. 12માંથી ચાર મૃતકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યાર કે 8 મૃતદેહ હજી પણ સ્વીકારવાના બાકી છે.
આ પણ વાંચો : ગુજરાતમા શાળા ખૂલવા અંગે મોટા સમાચાર
4 મૃતકોને પરિવારજનો લઈ ગયા
વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વોર્ડ બહાર આજે મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હાજર રહ્યા છે. હોસ્પિટલની બહાર અસંજસની સ્થિતિ સર્જાઈ છે. પિરાણાની ફેક્ટરીમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કુલ 12માંથી અત્યાર સુધીમાં ચારના મૃતદેહનો સ્વીકાર કરાયો છે. પ્રથમ મૃતદેહ (રામારામ દેવાસી) પરિવારજનો દ્વારા સ્વીકાર કરાય હતો. જે રાજસ્થાન લઈ જવાયો હતો. તો બીજો મૃતદેહ નઝમુનનિશા શેખનો હતો, જેના પરિવારજનો દ્વારા સ્વીકાર કરાયો હતો. તો મુસ્તુફા સૈયદ નામના શખ્સનો મૃતદેહ પણ તેમના પરિવારજનોએ સ્વીકાર્યો હતો. જેના બાદ અંતે રાગિણી ક્રિશ્યન નામની મહિલાનો મૃતદેહ તેમના પરિવારજનો લઈ ગયા હતા. હજી 8 મૃતકોને તેમના પરિવારજનોએ સ્વીકાર્યા નથી.
આ પણ વાંચો : Breaking : દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9-12ની શાળાઓ શરૂ કરવા સરકાર મક્કમ
રાજકોટની દુકાને દુકાને આરોગ્ય વિભાગનું ચેકિંગ, વપરાયેલુ તેલ અને પસ્તીના ઉપયોગ કરનારાઓ પર તવાઈ
ગોડાઉન અને કંપનીના માલિકની પૂછપરછ
કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે અને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ હતું કે કેમ તેમજ એને સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, તમામ પાસા પર તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી થશે. હિતેશ સૂતરિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે.