Breaking : દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9-12ની શાળાઓ શરૂ કરવા સરકાર મક્કમ
Trending Photos
- રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી
- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તાત્કાલિક અસરથી કોલેજો અને શાળાઓ શરૂ કરવાની એસઓપી તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી
હિતલ પારેખ/ગાંધીનગર :દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન બાદ જ નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતમા શાળા ખૂલવા અંગે મોટા સમાચાર
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ધોરણ ૯ થી ૧૨ અને કોલેજની દિવાળી બાદ શરૂ કરવા અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. શિક્ષણ વિભાગની ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવી ચર્ચાવિચારણા કરી છે. એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. વાઈસ ચાન્સેલર અને બે દિવસમાં ઓનલાઇન તેઓની સાથે ચર્ચા કરવામાં આવશે. 9 થી 12 ધોરણ ઉચ્ચ અધિકારીઓ બેસીને ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેનો નિર્ણય ઉચ્ચ કક્ષાની મિટિંગમાં કરવામાં આવશે.
તેઓએ મહત્વની માહિતી આપતા કહ્યું કે, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. એક મહિના પહેલા તેની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા સુધીનો પૂરતો સમય જાળવીને આ જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવશે. એક થી આઠ ધોરણનો નિર્ણય પણ ઉચ્ચકક્ષાની બેઠકમાં કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે