મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં રહેતા શ્રીવાસ્તવ પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ, વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલી નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઈ રહી હતી. જામનગરથી વારણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઈથી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠથી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે. આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઈક અલગ જ સ્યાહીથી લખ્યા હશે. જ દિવસની સઘન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.


ગીરની સ્પેશિયલ કેસર કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો, જાણો 10 કિલોના કેટલા ભાવ?


બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્તવ પરિવારથી જુદી તો થઈ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઈ. અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હૃદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.


નિધી તો શ્રીવાસ્તવ પરિવારથી છૂટી પડી પરંતુ અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25 ને નવજીવન આપી ગઈ. કેમ કે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યું અને આખા પરિવારના સંઘર્ષનો કદાચિત અંત આવ્યો.



(બ્રેઇનડેડ નિધીના પિતાએ દિકરીને જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો)


અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવુક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતું તેઓ વિધીના લેખ આગળ ઘૂંટણીયા ટેકી ગયા. પરમાત્મા સામે તો કોઈનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે. ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.


નિધીના અંગદાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાનથી મળેલા કુલ 165 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 


IPL 2022: મોહસિન ખાનથી લઈને તિલક વર્મા સુધી આ સિઝનની શોધ છે આ સિતારા


થોડા દિવસ અગાઉ અંગદાન વિશે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થ્ય કર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇસીયુમાં કોઈ યુવાન દર્દીનું મૃત્યુ કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધુ લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જિંદગીને જીવતા હજુ તો શિખ્યા હોય અને ત્યાં જિંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે?


લખ્યા જે લેખ વિદ્યાતાએ તારા, તે વિધાતા જાણે,
એ જાણવા કાજે, તુ ફિકર બહુ કરે છે શાને,
આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે,
છોડતા આ જગ લઇ જશે તેવું તું તારી સાથે
-સદગુરૂ દેવેન્દ્ર ધીયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube