ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનું કાલપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરણિત મહિલાને લઈ ફરાર થઇ જતા સ્વામિનારાયણ સમુદાયમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે પરણિત મહિલાના પરિવારના સભ્યો કાલુપુર મંદિર ખાતે આવી હોબાળો મચાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત સાધુની કરતુતને લઇ વિવાદમાં આવ્યુ છે. આ વખતે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી માધવ પ્રિયદાસ એક પરણિત મહિલાને લઇ ફરાર થઇ જતા સમગ્ર સંપ્રદાયમાં ચકચાર મચી જવા પામી છે. જેને લઇ સંપ્રદાય દ્વારા પણ તેમને ત્યાગી તરીકેનું નામ રદ કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે.


હોંગકોંગના જ્વેલરી એક્ઝિબિશનમાં સુરતનો બનેલો ડાયમંડ ફૂટબોલ થયો રજૂ


ડાંગરવાની આ મહિલાને પરણિત હોવા છતાં સાધુ માધવ પ્રિયદાસ મહિલાને લઈ ફરાર થઈ ગયા છે. ત્યારે આ સમગ્ર મામાલે સાધુ અને પરણિતા ન મળતા પરિવારના સભ્યો આજે અમદાવાદ ખાતેના કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આવીને સ્વામીની શોધખોળ શરુ કરી હતી. મળી ન આવતા હોબાળો મચાવ્યો હતો ત્યારે મંદિરના સંચાલકો દ્વારા પોલીસને બોલાવતા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.


એસટી અને શિક્ષણના કર્મચારીઓ માટે નિતીન પટેલે કરી મહત્વની જાહેરાત, ગ્રેડ પેમાં વધારો

ઉલ્લેખનીય છે કે, મંદિર દ્વારા તેમની હરકતોને લઇ અવાર નવાર ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ માધવ પ્રિયદાસમાં કોઈ ફેરફાર ન દેખાતા કાલુપુર મંદિર દ્વારા તેમને ત્યાગીનું નામ કમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને પરીવાર બંને પરણિતા અને સ્વામીને શોધી રહી છે.