શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : પતિ ચાર દિવસ પહેલા જ કોરોના મુક્ત થયા, પણ 72 વર્ષીય લીલાવતીબેન આગમાં જીવતા ભૂંજાયા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં ખેલાયેલા આગકાંડમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા છે. જેમાં 72 વર્ષીય લીલાવતીબેન શાહનું પણ નિધન થયું છે. લીલાવતીબેનના પરિવારથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવારે હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) પર આક્રોશ કરતા જણાવ્યું કે, ‘અમને રોષ એ વાતનો છે કે, ઘટનાને 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી અમને જાણ નથી કરાઈ. અમને બહારથી આગ લાગ્યાની જાણ થઈ ત્યારે માલૂમ પડ્યું.’
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં ખેલાયેલા આગકાંડમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા છે. મૃતકોના સ્વજનો એ દુખમાં છે કે, કોરોનાથી નહિ, પણ આગથી તેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા. જેમાં 72 વર્ષીય લીલાવતીબેન શાહનું પણ નિધન થયું છે. લીલાવતીબેનના પરિવારથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવારે હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) પર આક્રોશ કરતા જણાવ્યું કે, ‘અમને રોષ એ વાતનો છે કે, ઘટનાને 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી અમને જાણ નથી કરાઈ. અમને બહારથી આગ લાગ્યાની જાણ થઈ ત્યારે માલૂમ પડ્યું.’
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતનું ભાજપ કનેક્શન નીકળ્યું, પિતા કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે
ઝી 24 કલાક સાથેની વાતચીતમાં લીલાવતીબેનના જમાઈ જિગ્નેશ શેઠે જણાવ્યું કે, મારા સાસુ લીલાવતીબેન અને સસરા ચંદ્રકાંતભાઈ શાહ બંનેને કોરોના થયો હતો. સસરા ચંદ્રકાંતભાઈને 2 ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ સાસુને પણ ચેપ લાગતા તેઓને અહી લાવ્યા હતા. પહેલા તેઓને ચાંદખેડા લઈ જવાયા હતા, પણ તે વિસ્તાર દૂર પડતો હોવાથી અમે અહી તેમને લાવ્યા હતા. પરંતુ અહી તેઓને મોત મળશે તેવુ અમે સપનામાં ય વિચાર્યું ન હતું. પાંચ દિવસથી મારા સાસુ આ હોસ્પિટલમાં દાખલ હતા. રાત્રે 12 વાગ્યે અમે વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરી હતી. ત્યારે સવારે આવુ થયું. પણ હોસ્પિટલ કે તંત્ર દ્વારા અમને કોઈ સૂચના હજી સુધી અપાઈ નથી.
કઈ રીતે શ્રેય હોસ્પિટલમાં આગ લાગી, નાયબ મુખ્યમંત્રીએ આપ્યું કારણ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર