વડોદરા : વડોદરાના એક પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા છે. આ પરિવારે પાવાગઢ હાઈવે પર આવેલા ભાટ ગામ પાસે પોતાની કારમાં બેઠા-બેઠા જ ઝેર પી લીધું હતું. મળતી માહિતી પ્રમાણે મૃતક પરિવાર શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ચિત્રકુટ સોસાયટીમાં રહેતો હતો અને તેમનું નામ વિક્રમ ત્રિવેદી, પત્ની હિનાબેન ત્રિવેદી અને પુત્ર હર્નિલ  હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા અને બીજો હૈદરાબાદ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ અને ચોથું બાળક! આવો છે સુપરસ્ટારનો 'પ્લાન'


આ ઘટનાની મળેલી વિગતો પ્રમાણે સમગ્ર પરિવાર બુધવારે રાત્રે પોતાના ઘરેથી ભાટ ગામ પાસે આવ્યો હતો અને કારની અંદર જ તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગે એક સ્થાનિકે પોલીસને જાણ કરી હતી કે, રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં ત્રણ ડેડબોડી પડી છે. આ અંગેની માહિતી મળતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસનો દોર શરૂ કર્યો છે. 


પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં પરિવારને આર્થિક તંગી હોય એવી કોઈ માહિતી નથી મળી. 


ગુજરાતની તમામ અપડેટ્સ એક ક્લિક પર...