હવે અંબાજીનો વારો : માતાના ધામની એવી કાયાપલટ કરાશે કે વિદેશીઓ દોડતા આવશે
Ambaji Temple : અંબાજી હવે ગુજરાતનું નવુ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે.... આ બાબતને ધ્યાનમાં રાખીને અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યોને હાથ ધરાશે...
Gujarat Tourism : ગુજરાત હવે ટુરિઝમ હબ બની રહ્યું છે. અહી આવનાર મુલાકાતીને રાજ્યનો એક એક ખૂણો જોઈ શકે તે માટે સરકાર વિવિધ આયોજનો કરી રહી છે. ગુજરાતના એક પછી એક સ્થળો ટુરિઝમ હોટસ્પોટ બની રહ્યાં છે. હવે વારો અંબાજીનો છે. અંબાજી હવે ગુજરાતનું નવુ પ્રવાસન સ્થળ બનીને ઉભરશે. ગુજરાત સરકારે એક આલાગ્રાન્ડ યોજના બનાવી રહી છે. અંબાજીમાં અંબે માતા વિશે લોકોની આસ્થા અને ભક્તિને ધ્યાનમાં રાખીને વિકાસનો રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે. ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, કાયમી રોશની સાથે વિવિધ આયોજનોનું પ્લાનિંગ કરાયું છે.
અંબાજીમાં શું શું નવુ હશે
દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિરમાં દર્શને આવે છે. જેથી અંબાજીને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ જેવું નવુ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે. આ માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સંસ્કૃત પાઠશાલા, મંદિર પર કાયમી રોશની, નવુ બસ સ્ટેન્ડ, માંગલ્ય વન, નેચરલ એજ્યુકેશન સેન્ટર સહિતના આકર્ષણો ઉમેરવામાં આવશે. 35 કરોડના ખર્ચે બની રહેલા ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરની બાજુમાં વિશાળ ભોજનાલય પણ બનશે. જેમાં હજારો લોકો એકસાથે જમી શકશે.
ISISની મોટી આતંકી યોજનાનો ખુલાસો : ગુજરાતના આ શહેરો હતા નિશાના પર
સુવર્ણજડિત કરાશે
અત્યાર સુધી મંદિરનું શિખર સુવર્ણજડિત હતું. પરંતું હવે આગામી સમયમાં મંદિરના શિખર નીચેની પેટી, સભામંડપ ઉપરના મુખ્ય ઘુમ્મટ તથા નાના ઘુમ્મટવાળી ત્રણ ચોકીઓ, નૃત્યમંડપને પણ સુવર્ણજડિત કરાશે. એટલુ જ નહિ, આ આયોજનમાં અંબાજીના આજુબાજુ આવેલા મંદિરોને પણ આવરી લેવાશે. જેમાં કોટેશ્વર મહાદેવ, કામાક્ષી મંદિર, કુંભારીયા જૈન તીર્થ સહિત અન્ય ધાર્મિક સ્થળોને પણ આવરી લેવાશે. આ ઉપરાંત અંબાજીમાં વિવિધ પ્રતિમાઓ પણ લગાવવામાં આવશે.
સ્થાનિક લોકોને રોજગારી મળશે
જો અંબાજીમાં ધાર્મિક ટુરિઝમ વધશે, તો સ્થાનિક સુવિધાઓ પણ વધારાશે. જેમ કે, રોડ-રસ્તા, પાણી, વીજળી, ફૂડ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવશે. આ વિકાસથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે.
ગુજરાતના ખેડૂતો પર મોટી આફત : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરીને ચેતવ્યા