ડેસરમાં બુટલેગર નવઘણ ભરવાડનો આતંક, જુગાર ધામ પર નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા, એક યુવકનું થયુ મોત
વડોદરાના ડેસરમાં એક બુટલેગરે નકલી પોલીસ બનીને એવી નૌટંકી કરી કે, એક યુવકનું મોત નિપજ્યુ હતું. નકલી પોલીસને ભાગીને ત્રણ યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ હતું, જેમાં એક યુવકનું મોત નિપજ્યુ છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ડેસરમાં એક બુટલેગરે નકલી પોલીસ બનીને એવી નૌટંકી કરી કે, એક યુવકનું મોત નિપજ્યુ હતું. નકલી પોલીસને ભાગીને ત્રણ યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ હતું, જેમાં એક યુવકનું મોત નિપજ્યુ છે.
બન્યુ એમ હતું કે, ડેસરમાં કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની જુગારધામ પર દરોડો પાડ્યો હતો. તે પોતાની ગેંગને લઈને ઉદલપુર ખાતેની કવોરી પાછળની માઈન્સ પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હતા ત્યાં પહોંચ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેણે પોલીસની જેમ જુગારધામ પર રેડ પાડી હતી. બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની રેડ પાડતાં નાસભાગ મચી હતી હતી. જેથી ભારે અફરાતરફી મચી ગઈ હતી. જુગાર રમાનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં જુગાર રમનારા ત્રણ શખ્સો પોલીસની રેડ પડી સમજી ડરીને કૂણુ નદીમાં ખાણના ઊંડા પાણીમાં કૂદી ગયા હતા.
આ પણ વાંચો : દરિયાથી 2500 ફૂટ ઊંચે આવેલા ગુજરાતના આ પહાડ પર ઉજવાશે ‘મોન્સુન ફેસ્ટિવલ’
અયાનમહમદ મકરાણી, નિતેશ રાજગોર અને અન્ય એક યુવક ઊંડા પાણીમાં કૂદી ગયા હતા, જેમાં અયાનમહમદ મકરાણીનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજ્યું છે. ત્યારે 2 દિવસની જહેમત બાદ વડોદરા ફાયર ફાઇટર ટીમે તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
ડેસર પોલીસ સ્ટેશનમાં બુટલેગર નવધણ ભરવાડ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે, કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડનો ડેસર પોલીસ સાથે ઘરોબો હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.