Laxman Barot Died ભરત ચુડાસમા/ભરૂચ : ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો.  


કડીના મેલડી માતાના મહેલમાં છે શક્તિનો વાસ, માતાજીના પરચાથી 7 વાર મહેલ તૂટ્યો


આજથી ગુજરાતનું હવામાન પલટાશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


વિવાદનો સુખદ અંત : સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો રાતોરાત હટાવાયા