ગુજરાતી કવિ દુલાભાયાએ 100 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી, ઘરે ઘરે થઈ રહ્યુ છે આવું
Gujarati Poet Prediction : વર્ષો પહેલા દુલા ભાયા કાગે કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે સાચી પડી રહી છે... કાગબાપુએ કહ્યું હતું એવું કે…
Kaliyug Prediction : આપણા પૂર્વજો સાચું જ કહેતા હતા... ઘણીવાર આવા શબ્દો આપણે અનેકોના મોઢે સાંભળ્યા હશે. આપણે નેસ્ત્રાદમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા કરીએ છીએ. તેમની ભવિષ્યવાણી હવે સાચી પડી રહી છે તેવું કહેવાય છે. ત્યારે ગુજરાતના એક કવિએ પણ કરેલી ભવિષ્યવાણીના એક એક શબ્દો સાચા પડી રહ્યાં છે તેવુ જ્વલ્લે જ કોઈ જાણે છે. ગુજરાતમાં સુપ્રસિદ્ધ લેખક, ગીતકાર અને કાગવાણી માટે પ્રખ્યાત કવિ દુલાભાયા થઈ ગયા. ચારણ કવિ દુલાભાયા કાગે કળિયુગ વિશે એવી એવી ચર્ચા કરી હતી કે, તે આજે શબ્દશ સાચી પડી રહી છે.
કોણ છે કવિ દુલાભાયા કાગ
દુલાભાયા કાગ એક ચારણ હતા. કહેવાય છે કે તેમની જીભ પર સાભાત માતા સરસ્વતીનો વાસ હતો. તઓ માત્ર પાંચ ચોપડી ભણ્યા હતા, પરંતુ તેમની કાગવાણી આખા ગુજરાતમાં પ્રખ્યાત હતી. તેમનો જન્મ સન 1902 માં સૌરાષ્ટ્રના મજાદર ગામમાં થયો હતો. આ પ્રખ્યાત કવિ દુલા ભાયા એ પોતાની કાગવાણીના 8 ભાગ તૈયાર કર્યા હતા. જેમાં ભજનો, રામાયણ તથા મહાભારતના કેટલાક બાબતો તે સિવાય ગાંધીવાદી વિચારો ઉપરાંત ભુદાન ચળવળથી પ્રેરણા પ્રાપ્ત કરીને અગણિત ગીતો લખ્યા હતા.
દુલાભાયા કાગે શુ ભવિષ્યવાણી કરી હતી
માત્ર પાંચ ચોપડી ભણેલા કવિ દુલાભાયા કાગે પોતાના સમયમાં એવી એવી વાતો કરી હતી, જે આજે 100 વર્ષ બાદ પણ સાચી સાબિત થઈ છે. કળિયુગમાં તેમના કહેલા એક એક શબ્દો ઘરે ઘરે સાચા પડી રહ્યાં છે.
- એવા લોકોને ક્યારેય પોતાના મિત્ર ન બનાવતા જેમની માથે દેવું હોય છતાં પણ દુનિયાની સામે દેખાડો કરવામાં કોઈ પ્રકારની કસર બાકી ન છોડતા હોય
- જે વ્યક્તિ પોતાના ખાસ મિત્રોની ખાનગી વાતો બીજાને કહેતા હોય તેવા લોકોને પણ ક્યારેય મિત્ર ન બનાવતા
- આખરે તમારે વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો જોઈએ. તેમજ માત્ર દેખાદેખીમાં ક્યારે પણ પોતાના મોજ શોખ ને પૂરા કરવા જોઈએ નહીં.
- કોઈપણ વ્યક્તિની સામે કઠણથી કઠણવાદ જો નમ્રતાથી કરવામાં આવે તો દરેક લોકો તમારી વાતને માન સન્માન અને એક હોદ્દો જરૂર આપશે.
- જ્યારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ જાય ત્યારે તે રાવણ બની જાય છે અને સર્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિ વચ્ચેનો તફાવત પણ દુલાભાઈ કાગે જણાવ્યું હતું, કે સજન વ્યક્તિ છે તે સુપડા જેવો હોય છે
- જેવો કામની વસ્તુઓ અને પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓ ને પોતાનાથી દૂર કરી દે છે. જ્યારે દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે, જે નકામી કે કામની વસ્તુઓ અને પોતાની પાસે રાખે છે.
- સમગ્ર જંગલને ખતમ કરવા માટે ફક્ત એક તણખાની જરૂર હોય છે તેવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્ય અને ખતમ કરવા માટે ફક્ત એક જ પાપ કાફી હોય છે. તેમ આખા સ્કૂલનો નાશ કરવા માટે માત્ર એક કુપુત્ર જ કાફી હોય છે.
- જેને આપણે આપણા ઘરે રહેલી ગંદકી માનીએ છીએ તેવા ગોબર, મૂત્ર વિગેરેને જો આપના ખેતરમાં નાખી દેવામાં આવે ત્યારે તે જ વસ્તુ આપણને જીવન પસાર કરવા માટે ચોક્કસ જરૂરી એવું ભોજન પુરુ પાડે છે. આ બાબત ધરતીમાતાની ક્ષમતા બતાવે છે જે કોઈ ચમત્કારથી ઓછું નથી.
- લાઈફમાં આ અઘરા કાર્યોની એકવખત નોંધ કરી લોઃ કોઇપણ માણસને આપેલું વચન નિભાવવું, લડાઈમાં હાર ન માનવી, જાણતા ન હોય તેવી જગ્યાએ ભ્રમણ કરવું, સાચી દોસ્તી નિભાવવી, ડર નો સામનો કરવો, કોઇકની સામે માફી આપવી.