`તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના`થી જાણીતા થયેલા પોલીસ કર્મચારીને હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ તેમની કામ કરવાની રીત અનેક લોકોને પસંદ આવી હતી.
સુરતઃ લોકો લૉકડાઉન અને કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અલગ-અલગ રીતે ચેતવણી આપવામાં આવતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ભેગા થયેલા ટોળાનો અલગ કરવા માટે એક પોલીસ કર્મચારી પ્રવિણ પાટીલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહે છે કે તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે તુમકો કોરોના, આપ સમજો હમ આપકી ભલાઈ કે લીયે હી યે સબ કર રહે છે. ત્યારબાદ તેમનો આ વીડિયો માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અનેક લોકોએ આ વીડિયો શેર કરીને પોલીસ કર્મચારીની પ્રશંસા કરી હતી. હવે સુરતની એક હીરા કંપનીએ આ પોલીસ કર્મચારીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
હીરા કંપનીએ બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ તેમની કામ કરવાની રીત અનેક લોકોને પસંદ આવી હતી. ત્યારબાદ સુરતની એક કંપનીએ તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. પોલીસ જવાન પ્રવિણ પાટીલે કહ્યું કે, તેમના એક મિત્રનો ફોન આવ્યો અને સુરત પોલીસનું નામ રોશન થાય તેથી તેમણે આ ફોડોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ માટે કોઈ પૈસા પણ લીધા નથી અને કોન્ટ્રાક્ટ પણ કર્યો નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર