અમદાવાદ: શહેરના જાણીતી રેડિયો જોકીએ પોતાના પૂર્વ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વ પતિ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હોવાનો અને જન્મદિવસ પર ગિફ્ટ મોકલવા સહિતના આરોપો લગાવ્યા છે. ત્યારે આરજે દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની જાણીતી આરજેએ 2018માં તેના પૂર્વ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને હાલ તે તેના માતા પિતા સાથે રહે છે. આરજેએ પોતાના જન્મદિવસ પર ઓફિસ ગઇ હતી. તે દરમિયાન તેના પૂર્વ પતિ દ્વારા તેને એક ગિફ્ટ મોકલવામાં આવી હતી. જેમાં તેનું બાળપણના સ્વેટર અને ચોકલેટનો ડબ્બો ગિફ્ટ મોકલ્યો હતો. ત્યારબાદ તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદમાં તે પણ જણાવ્યું કે, તેના પૂર્વ પતિ પોતે અને અન્ય માણસો પાસે તેનો પીછો કરાવે છે.


વધુમાં વાંચો: લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ, વરરાજા કન્યાને લીધા વિના પરત ફર્યો


જોકે આરજેએ આ અગાઉ પણ તેના પૂર્વ પતિ દ્વારા શારીરિક અને માનિસક ત્રાસ આપવા અને પૈસાની માગણી કરી માર માર્યો હોવાનો શાહીબાગ અને સાયબરક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે આરજેના પૂર્વ પતિની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને જામીન પર પણ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...