પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ઝાકમ ઝોળ રોશનીથી શણગારાયું
આજે ધનતેરસ છે ને ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થતી હોય છે, આમતો કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તહેવારો સાવ ફિકા બન્યા હતા. ત્યારે આ વખતે દિવાળીનો તહેવાર અંબાજીમાં ઝળહળતોને ઉજાસ ભર્યો જોવા મળી રહ્યો છે
અંબાજી: આજે ધનતેરસ છે ને ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થતી હોય છે, આમતો કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તહેવારો સાવ ફિકા બન્યા હતા. ત્યારે આ વખતે દિવાળીનો તહેવાર અંબાજીમાં ઝળહળતોને ઉજાસ ભર્યો જોવા મળી રહ્યો છે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને પણ ઝાકમ ઝોળ રોશનીથી શણગારવામાં આવ્યું છે. જે રોશની શ્રદ્ધાળુઓ માં આકર્ષણનું કેન્દ્ર બની છે, એટલુંજ નહિ અંબાજી મંદિર પરીસરમાં ફુવારા પણ શરૂ કરવામાં આવ્યા છે.
સાળંગપુર હનુમાનજી ધારણ કરશે 8 કિલો સોનાનાં વાઘા, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ
જ્યારે અંબાજી મંદિરની રોશની જે દિવાળીના દીપોત્સવને વધુ ઝાખમઝોળ બનાવી છે. જ્યાં શ્રદ્ધાળુઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનતા તેઓ પણ ક્યાંક સેલ્ફીને મંદિરની રોશનીની તસ્વીર કંડારતા નજરે પડ્યા હતા. જોકે દિવાળીના તહેવારોમાં કોરોનાની મહામારીને સંક્રમણ ન થાય તે માટે કેટલાક મંદિરો દર્શનાર્થે બંધ રખાય છે.
દિવાળી સમયે જ્યાં લાખો ભક્તો દ્વારકાધીશ કી જયનાં નાદ કરતા હોય ત્યાં અત્યારે ચકલા ઉડે છે
અંબાજી મંદિરદિવાલી ના તહેવારો મા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યાં આરતીના સમયે પ્રવેશ પ્રતિબંધ ફાર્માવેલો છે. તેમાં પણ છૂટછાટ આપતા શ્રદ્ધાળુઓ આરતીના સમયે આરતીમાં દર્શન નો લ્હાવો લઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube