સાળંગપુર હનુમાનજી ધારણ કરશે 8 કિલો સોનાનાં વાઘા, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ
Trending Photos
બોટાદ : દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન દાદાને ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં આવશે. યજ્ઞ સહિત દાદાને અન્નકોટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદાનું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખોની સંખ્યામાં અહીં દાદાના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. એવા સાળંગપુર ધામના હનુમાનજી દાદાની રાત્રી એટલે કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે. કાળી ચૌદસના દિવસે સવારે મંગળા આરતી, સમૂહયજ્ઞ,અભિષેક આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે કાળી ચૌદસના દિવસે બપોર બાદ દિવાળીનો દિવસ શરૂ થતો હોય ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, દીપોત્સવ સંધ્યા આરતી અને રાત્રે આતશબાજીનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ વર્ષે ભક્તો દ્વારા હનુમાનજી દાદાને 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. અંદાજે ૮ કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે. તો બીજી તરફ આરતીના સમયમાં મંદિર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સુવર્ણ વાઘાની વિગત...
* સુવર્ણ વાઘામાં 8 KG જેટલું સુવર્ણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
* લગભગ આ વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતા 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે.
(તા.૧૫ નવેમ્બર ૨૦૧૯ થી 14 નવેમ્બર કાળી ચૌદશ ૨૦૨૦)
* સુવર્ણ વાઘાને તૈયાર કરવામાં 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.
* આ વાઘા સ્વામિનારાયણ જ્વેલ નામક પ્રસિધ્ધ કંપની પાસે બનાવવામાંઆવ્યા છે.( હીતેનભાઈ સોની )
* સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બીનેશન છે.
* રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબી જડેલું છે.
* 3DWORK- બિકાનેરી મીણો-પેન્ટીંગ મીણો- ફિલીગ્રી વર્ક
* સોરોસ્કી જડેલું છે.
* એન્ટીક વર્ક
* રિયલ મોતી
* સુવર્ણ વાઘાની પ્રથમ ડીઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી-તપાસી-સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
તા . 14.11.2020, શનિવાર કાળીચૌદશસુવર્ણ વાઘા અર્પણવિધિ એવં સમુહયજ્ઞપુજનકાર્યક્રમ
- સમુહયજ્ઞ પ્રારંભ : સવારે ૭-૦૦ કલાકે
- અભિષેકઆરતી : સવારે૯-૦૦કલાકે
- સુવર્ણ વાઘા પૂજન : સવારે૯-૩૦કલાકે
- સુવર્ણ વાઘાની મંદિર પરિક્રમા : ૧૦.૩૦ - યજમાન ભકતો - સંતો દ્વારા
- સુવર્ણ વાઘા આરતી : બપોરે 12 કલાકે (વાઘા દાદાને ધરાવવામાં આવશે)
- સમુહયજ્ઞ પૂર્ણાહુતિ : બપોરે ૧૨- 30 કલાકે
- ચોપડાપૂજન ( શારદાપુજન અને લક્ષ્મીપુજન ) બપોરે૧:૪૮થી૩:૧૫કલાકસુધી
- દિપોત્સવ : સાંજે ૬-૩૦ કલાકે (સંધ્યા આરતી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે