Rupala Controversy : રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક સવાલો ઉભા કર્યા હતા. પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરતા હોવાનું સોશિળ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે કહ્યું હતું. ત્યારે કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની મિમીક્રી કરી છે. કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની સ્ટાઈલ કરતો વીડયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીર્તિ પટેલે પાડ્યા પદ્મીનીબાના ચાળા
નવા વીડિયોમાં કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મીનાબા વાળાના ચાળા પાડતી દેખાઈ રહી છે. જેમાં તેણે આબેહૂબ પદ્મીનાબા વાળા જેવો લુક ધારણ કર્યો છે. માથા પર પલ્લુ ઓઢ્યું છે. તો ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ ખલનાયક હે તુ...’ ગીત વાગી રહ્યું છે. 


ઘરની વાત બહાર આવતા પદ્મીનીબા વાળાએ પતિ વિશે કર્યો ખુલાસો, વાયરલ ઓડિયોનો આપ્યો જવાબ


કારના રુફટોપ પર ઉભી રહીને કીર્તિ પટેલ વીડિયોમાં કહી રહી છે કે, એ પડી ગયું.... પડી ગયું... આ તો મારો સમાજ છે ને એટલે માથે ઓઢવું પડે. બાકી, લીલા લહેર જ છેં હો. હે બેન આવી જ પીન લગાવો છો નો તમે, આમ કરીને આમ. હે બેન, તમારા કેટલા રૂપ છે તે આવીને પૂછો મને. આ તો મુવી થોડુ છે, આ તો તમારું નાટક છે. 


 


સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા