બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો અને કોલેજોમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ચર્ચા તો ઘણા સમયથી લોકોમાં ચાલી રહી છે. ત્યારે જાણીતા કથાકાર મોરારીબાપુએ ગુજરાતની શાળાઓ મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના ઇશ્વરીયામાં સરકારી શાળાના લોકાર્પણ પ્રસંગે જાણીતા કથાકાર મોરારીબાપુ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતની શાળાઓ મુદ્દે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ જેટલી સુંદર છે, તો અન્ય રાજ્યોની હાઈસ્કૂલો પણ નથી, અને ગુજરાતની હાઈસ્કૂલો જેટલી સરસ છે તેટલી તો અન્ય રાજ્યોની કોલેજો પણ નથી. તાજેતરમાં ગુજરાતની શાળાઓ મુદ્દે સળગતા પ્રશ્નમાં મોરારીબાપુએ ઝંપલાવતા ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ચર્ચા તો ઘણા સમયથી લોકોમાં ચાલી રહી છે. રાજ્યમાં ઘણા ગામડાંઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા ઓરડા નથી તેથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. ઘણી શાળાઓમાં પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી.


તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 26 એપ્રિલનાં રોજ અમરેલી જિલ્લાનાં ઈશ્વરીયા ખાને નવનિર્મિત પ્રાથમિક શાળાનાં લોકાર્પણ પ્રસંગે પ્રાંસગીક ઉદ્દબોધન કર્યુ હતું. મુખ્યમંત્રીની સાથે સાથે કેન્દ્રિય કેબિનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદ હેમા માલિની સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત હતા. અહીં જાણીતા કથાકાર મોરારીબાપુ પણ હાજર હતા.