નડિયાદ : મીની સોમનાથ તરીકે જાણીતું નડિયાદનું મોટા કુંભનાથ મહાદેવ ભક્તોમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. આજે જયારે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે, ભક્તો દેવોના દેવ મહાદેવની આરાધના કરી રહ્યા છે. ઝી 24 કલાક કરાવી રહ્યું છે આજના પવિત્ર દિવસે ખેડા જિલ્લાના નડિયાદના અતિ પ્રાચીન મોટા કુંભનાથ મહાદેવના દર્શન. આ મહાદેવનું મંદિર વર્ષો જૂનું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. મહાનનવલકથા સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા આ મંદિરના સાનિધ્યમાં જ લખાઈ હતી. આ મંદિર મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ, મહિમા અને મહાદેવ ખુબ જ અનોખા છે અને અનોખો મહાત્મય ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહાદેવના દર્શન માત્રથી ખોડખાપણ વાળા બાળકો થાય છે દોડતા, કેન્સર જેવા અસાદ્ય રોગ થાય છે સાજા


નડિયાદના પેટલાદ ફાટક નજીક આવેલ શ્રી મોટા કુંભનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિર 500 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મનાય છે. વર્ષો પહેલા અગત્સ્ય ઋષિનું આશ્રમ આ સ્થાને આવેલું હતું. તેમને અહીં સેવા કરી હતી. તેઓ કુંભમાંથી જન્મ્યા હતા. અમૃત કુંભના છાંટા અહીં પડ્યા હોવાથી મોટા કુંભનાથ મંદિર નામ પડ્યું હતું. અહીં પંચમહાભૂત લિંગ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ અહીં આવેલા છે. જેથી ભક્તોની રોજ અહીં ભીડ રહેતી હોય છે. ભક્તો ખુબજ આસ્થા સાથે મહાદેવની આરાધના કરે છે. કરોડોના ખર્ચે આ મંદિરને સોમનાથ મંદિર જેવો આકાર આપવામાં આવ્યો હોઈ તે મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે.


સુરત તો માથાનો દુખાવો બન્યું! આખે આખું બોગસ RTO ચાલતું હતું, સરકારને થયું કરોડો રૂપિયાનું નુકસાન


અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ગુજરાતી ભાષાની માસ્ટરપીસ ગણાતી નોવેલ સરસ્વતીચંદ્ર અહીં લખાયેલી છે. આ મંદિરના પ્રાંગણમાં જ આ નવલકથા લખાયેલી છે. જેથી સાહિત્ય રસીકો પણ અહીં મોટા પ્રમાણમાં આવતા રહે છે. આ મહાદેવ ન માત્ર સ્થાનિક પરંતુ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. નડિયાદના લોકો માટે આ મહાદેવનું મંદિર સૌથી મોટુ આસ્થાનું કેન્દ્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube