આ મહાદેવના દર્શન માત્રથી ખોડખાપણ વાળા બાળકો થાય છે દોડતા, કેન્સર જેવા અસાદ્ય રોગ થાય છે સાજા
Trending Photos
છોટાઉદેપુર : જિલ્લાના બોડેલીથી ૭ કિલોમીટરના અંતરે આવેલ લઢોદ ગામમાં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન શ્રી શારણેશ્ચર મહાદેવ લઢોદ તેમજ તેની આસપાસના ગામોના લોકો અને શિવભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ શ્રી શારણેશ્ચર મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન થઈ ભાવિક ભક્તોની બાધા-આખડી પૂર્ણ કરી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળે છે. એક લોકવાયકા મુજબ રાજા રજવાડાઓના સમયે ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ફરતા એક સાધુ સંત જેવા વ્યક્તિને અહીંના રાજાએ તેમના વિસ્તારમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.
ત્યારે આ સાધુ સંત જેવા દેખાતા વ્યક્તિએ રાજાના મંત્રને સ્વીકાયુઁ તો ખરું પણ તેઓએ એક શરત મૂકી રાજાને કહ્યું કે તમે આગળ ચાલતા રહો હું તમારી પાછળ આવું છું પાછળ જોતા નહીં રાજા આગળ ચાલતા રહ્યા સંત મહાત્મા પણ આગળ પાછળ ચાલતા રહ્યા પરંતુ રાજાની ધીરજ ખૂટી અને હાલમાં જ્યાં શારણેશ્ચર દાદા બિરાજમાન છે. અહીં એક ખૂબ મોટુ પીપળાનું વૃક્ષ હતું, ત્યાં રાજા પહોંચ્યા હશે ત્યાં જ તેમની ધીરજ ખૂટી અને તેમની બરોબર પાછળ આવતા સંત મહાત્માએ પીપળાના વૃક્ષ નીચે જ અદ્રશ્ય થઈ એક શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા.
ત્યારથી આ મંદિર હોય તેમ લાગી રહ્યું છે. શરૂઆતમાં મંદિર ઘણું નાનું હશે પરંતુ તેનો જીર્ણોદ્ધાર થતા થતા આજે આ ખૂબ સુંદર મંદિર બન્યું છે. હવે શારણેશ્ચર દાદાનાં પરચાની વાત કરીએ તો અહીં પૂજા કરતા પુજારીના પુત્ર અને ગામલોકોના જણાવ્યા મુજબ કોઈપણ બાળકને કરોળીયા થયા હોય જન્મથી ખોડખાપણ રહી હોય તો એ ખોડખાપણ વાળું ચાંદીનું અંગ બનાવી માટે દાદાને ચઢાવવાની બાધા રાખવાથીએ ખોડખાપણ પણ દૂર થાય છે. એટલું જ નહીં પથરી કેન્સર જેવા દર્દોની બાધા પણ લોકો અહીં દાદા પાસે લઈ તેનાથી છુટકારો મેળવતા હોય છે. આજે શિવરાત્રી પર્વને લઈ વહેલી સવારથી જ શિવ ભક્તો મંદિર ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. આખું મંદિર ઓમ નમઃ શિવાય નાદ ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે