રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં ક્લાસમાં પંખો પડવાનો બનાવ બન્યો છે. ધોરણ-3ના એફ નંબરના રૂમમાં પંખો પડતા બે વિદ્યાર્થીઓના માથાના ભાગમાં ઈજા પહોંચી છે. બંને વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. 


માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સ નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર બ્રાઈટ સ્કૂલ આવેલી છે. આ ક્લાસમાં આજે રાબેતા મુજબ તમામ પિરીયડ્સ લેવાયા હતા. ત્યારે ધોરણ-3ના ક્લાસમાં અચાનક પંખો નીચે પડ્યો હતો. પંખાની નીચેની બાજુમાં બે વિદ્યાર્થીઓ હતા, પંખો તેમના પર પડ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


1 kg પ્લાસ્ટિકના બદલામાં અહી મળે છે મેથીના ગોટા, કચોરી અને સમોસા...


તો બીજી તરફ, ઘટના બાદ વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને શાળાના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તગડી ફી વસૂલતી શાળાઓ પણ હવે સરકારી શાળાની જેમ બની ગઈ છે. આખરે કે, આટલી ફી વસૂલ્યા બાદ પણ સ્કૂલ દ્વારા નિયમિતપણે મેઈનટેનન્સ કરવામાં આવતુ નથી. ત્યારે સ્કૂલના મેનેજમેન્ટ સામે આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક