માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ (Batla House)’નું એક ગીત જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું. ‘ઓ સાકી સાકી રે... (O Saki Saki) ’ ગીતમાં નૌરા ફતેહીનો ડાન્સ વાયરલ થયો હતો. ઈન્ટરનેટ પર અત્યાર સુધી આ ગીત ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) એ એક આઈટમ નંબર કર્યો હતો. આજે પણ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં જોવા મળે છે. એટલું જ નહિ, અનેક લોકો આ ગીતના ડાન્સ મુવ્સ ફોલો કરે છે. તો કેટલાક નવા ડાન્સ મુવ્સ બનાવીને પોતાનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. હાલ ઈન્ટરનેટ પર આ ગીત પર એક કોરિયોગ્રાફર પ્રોનિયા વિજયનો ડાન્સ વીડિયો બહુ જ પોપ્યુલર બની રહ્યો છે.

Updated By: Feb 13, 2020, 02:52 PM IST
માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ઝી મીડિયા/બ્યૂરો :ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ (Batla House)’નું એક ગીત જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું. ‘ઓ સાકી સાકી રે... (O Saki Saki) ’ ગીતમાં નૌરા ફતેહીનો ડાન્સ વાયરલ થયો હતો. ઈન્ટરનેટ પર અત્યાર સુધી આ ગીત ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) એ એક આઈટમ નંબર કર્યો હતો. આજે પણ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં જોવા મળે છે. એટલું જ નહિ, અનેક લોકો આ ગીતના ડાન્સ મુવ્સ ફોલો કરે છે. તો કેટલાક નવા ડાન્સ મુવ્સ બનાવીને પોતાનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. હાલ ઈન્ટરનેટ પર આ ગીત પર એક કોરિયોગ્રાફર પ્રોનિયા વિજયનો ડાન્સ વીડિયો બહુ જ પોપ્યુલર બની રહ્યો છે.

હવે નહિ રડાવે ડુંગળી, આવ્યા છે ભાવનગરથી સારા સમાચાર

96 લાખથી વધુ વ્યૂ મળ્યા
પ્રોનિતા વિજયે ઓ સાકી સાકી રે ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. પ્રોનિતા દ્વારા યુટ્યુબ પર ગત વર્ષે 16 જુલાઈનો રોજ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેના બાદ હવે તેની રિચ 96 લાખથી વધૂ વ્યૂ પર પહોંચી ગઈ છે. આ વીડિયોને 1 લાખથી વધુવાર લાઈક કરવામાં આવ્યો છે. સાથે જ 4000થી વધુ લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોના વખાણ પણ તગડા થઈ રહ્યાં છે. એટલું જ નહિ, પ્રોનિતાનો ડાન્સ જોઈને તો લોકો પણ એવું કહેવા લાગ્યું કે, આ યુવતીએ નોરા ફતેહીને જોરદાર ટક્કર આપી છે.

1 kg પ્લાસ્ટિકના બદલામાં અહી મળે છે મેથીના ગોટા, કચોરી અને સમોસા...

તમને જણાવી દઈએ કે, ઓરિજિનલ ઓ સાકી સાકી રે ગીત સંજય દત્તની મુસાફીર ફિલ્મનું હતું. આ ગીતમાં બોલિવુડ એક્ટ્રેસ કોઈના મિત્રાએ પણ જબરદસ્ત પરર્ફોમન્સ આપ્યું હતું. ફિલ્મ બાટલા હાઉસમાં આ ગીતને તનિષ્ક બાગચી દ્વારા રિક્રિએટ કરવામાં આવ્યું છે. જેમાં તુલસી કુમાર અને નેહા કક્કડે અવાજ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...