Patan: હવે ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી, ખેતરમાં ઉભેલા પાકને થયું નુકસાન
ચોમાસું પાક વાવેતર સમયે પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પાક વાવેતર કર્યું પણ ત્યાર બાદ દોઢથી બે મહિના વરસાદ ખેંચાતા વાવેલ પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કર્યા પણ ત્યાર બાદ પાછોતરો વરસાદ મન મૂકીને વરસતા ઉભા પાકને ભારે નુકશાની થવા પામી છે.
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ સારા ચોમાસાની આશાએ જગતના તાતે મોંઘા ખર્ચ કરીને વાવેતર કર્યું અને ચોમાસાની શરુઆતમાં જ વરસાદ ખેંચાયો જેને લઇને વાવેતર પર સંકટ ઉભુ થયું હતું વરસાદ એક મહિનાથી વઘુ ખેંચાયો અને આખરે રહી રહી ને વરસ્યો. પરંતુ હવે પાછોતરો વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને વાવણીનો ખર્ચ પણ માથે પડ્યો છે.
પાટણ જિલ્લામાં ખેડૂતોએ કરેલ વાવેતર પર સંકટ બનીને વરસી રહ્યો છે વરસાદ. જગતના તાતે ચોમાસાની શરુઆતથી પાકને બચાવવા મોટો ખર્ચ કર્યો અને ચોમાસાની શરુઆતમાં જ વરસાદ ખેંચાયો. શરુઆતના એક મહિનાથી વધુનો સમય વરસાદ ખેંચાતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ નુકશાન જાય તેવી ચિંતા સતાવવા લાગી. આખો શ્રાવણ અને અષાઢ મહિનો કોરો રહ્યો જેથી જગતના તાતની ચિંતા સતત વઘી. જો કે વાવેતરને બચાવવા ખેડૂતે મોંઘા ભાવે પીયત કર્યું, મોંઘી દવા, મોંઘી ખેડ , મોંઘું બીયારણ સહિતનો ખર્ચ કર્યો અને તૈયાર કર્યો પાક. પરંતુ હવે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા જગતના તાતે તૈયાર તરેલ મોંઘો પાક નીષ્ફળ જવાનો ભય સતાવવા લાગ્યો છે. કેમ કે સતત પડતા વરસાદથી ચોમાસું વાવેતર બાજરી ના પાક પર બગાડ શરુ થયો છે. બાજરી પર આવેલ દાણાં પણ કાળા થવા લાગ્યા છે વાવેતર પણ સંકટ પર છે.
આ પણ વાંચોઃ જામનગરના 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી અપાઈ
ખેડૂતોએ મોટા ખર્ચ કરીને ચોમાસું વાવેતર કર્યું અને ત્યાર બાદ વરસાદ ખેંચાતા પાક મુશ્કેલીમાં આવી જવા પામ્યો હતો ત્યારે ખેડૂતોએ મોટા ખર્ચ કરી ને પાક બચાવવા માટે પ્રયત્ન કર્યા અને હવે ભાદરવો ભારે વરસતા ખેડૂતો ના પાક ને ભારે નુકશાની થવા પામી છે. બાજરીનો પાક તૈયાર થવા આવ્યો અને લણવાનો સમય થતા ભારે વરસાદ થતાં પાકમાં મોટી નુકશાની થવા પામી છે. હવે સરકાર દ્વારા નુકશાનીમાં સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
ચોમાસું પાક વાવેતર સમયે પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પાક વાવેતર કર્યું પણ ત્યાર બાદ દોઢથી બે મહિના વરસાદ ખેંચાતા વાવેલ પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કર્યા પણ ત્યાર બાદ પાછોતરો વરસાદ મન મૂકીને વરસતા ઉભા પાકને ભારે નુકશાની થવા પામી છે જે ને કારણે ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી છે
પાછોતરા વરસાદે પાટણ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વઘારો કર્યો છે. જો હજુ પણ વરસાદ આ જ રીતે વરસ્યો તો ચોમાસું વાવેતર નીષ્ફળ જાય અને તાતને નુકશાનનીનુ વઘુ એક સંકટ સહન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube