જામનગરના 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી અપાઈ

મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.
જામનગરના 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી અપાઈ

મુસ્તાક દલ/જામનગર :મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં વરસાદને પગલે જામનગરના ડેમ છલકાયા છે. જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો વેણું વનાણા ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના મેલાણ, કડબાલ, કોટડા બાવીસી, ગીન્ગણી, સીદસરના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.

ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. જેથી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠવાસના માજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. 

જામજોધપુર તાલુકામાં ઉમિયા સાગર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. સીદસર, હરીયાસણ, ખારચીયા, રાજપરા, રબારીકા, જારના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news