લોકડાઉનમાં ખેડૂતોના માથે નવી મુસીબત, મજૂરોની અછત થતાં ખેત મજૂરો મોંઘા બન્યા
સમગ્ર દેશમાં હાલ તો લોક ડાઉન ચાલી રહ્યું છે પરંતુ લોક ડાઉનની સાથે સાથે ખેડૂતોની પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક બદલાવ જોવા મળે છે. કોઈ જગ્યાએ ખેડૂતને પાકેલ માલ વેચવામાં તો કોઈ જગ્યાએ તૈયાર થઈ ગયેલો માલ કાઢવા મજુરોની અછત લાગી રહી છે.
શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા : સમગ્ર દેશમાં હાલ તો લોક ડાઉન ચાલી રહ્યું છે પરંતુ લોક ડાઉનની સાથે સાથે ખેડૂતોની પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક બદલાવ જોવા મળે છે. કોઈ જગ્યાએ ખેડૂતને પાકેલ માલ વેચવામાં તો કોઈ જગ્યાએ તૈયાર થઈ ગયેલો માલ કાઢવા મજુરોની અછત લાગી રહી છે.
દેશમાં છેલ્લા એક મહિના ઉપરનો સમયથી લોક ડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન ખેત પેદાશોની ચીજવસ્તુઓ હોય કે પછી જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ હોય તમામ જગ્યાએ ક્યાંકને ક્યાંક લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખેડૂતોને પોતાનો તૈયાર કરેલ પાક એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઇ જવો હોય કે પછી એક રાજ્યની બીજા રાજ્યમાં લઇ જવો હોય લોક ડાઉનને લઇને ખેડૂતોને સૌથી વધારેમાં વધારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે. તમામ જગ્યાએ ખેડૂતો પોતાના પાકને ઝડપથી બજારમાં પહોંચે અને તેઓને બને એટલા ઝડપથી તેનું વળતર મળી રહે તે આશા રાખી ખેડૂત પાકનું વાવેતર કરતો હોય છે પરંતુ આ વખતે ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
ખેડૂત દિવસ રાત એક કરી પાકનું વાવેતર કરતો હોય છે આ પાક તૈયાર થઈ જાય એટલે તૈયાર પાકની કાપણી કરવા માટે ખેતરમાં મજૂરોની જરૂર પડતી હોય છે. પરંતુ આ વખતે લોક ડાઉન જેવી પરિસ્થિતિમાં મજૂરો પોતાના રાજ્યોમાં જતા રહ્યા હોવાથી ખેડૂત પોતે પોતાનો પાક નીકાળવા માટે અસમંજસની સ્થિતિમાં આવી ગયો છે. કેમકે જો પોતાના ગામમાંથી શહેરમાં રહેલ સ્થાનિક મજૂરો કે જેવો ખેત મજૂરીનો અનુભવ નથી ધરાવતા તેમ છતાં તેઓને વધારે નાણાં ચૂકવવા પડે છે અથવા તો પૈસાના વળતરની જગ્યાએ પાકના વાવેતરની સામે કેટલોક હિસ્સો આપવો પડતો હોય છે. જેથી ખેડૂતને સ્થાનિક મજૂરો મોંઘા પડી રહ્યા છે લોક ડાઉન પરિસ્થિતિમાં ખેડૂતો માટે મુખ્ય એવા આધાર સ્તંભ કહી શકાય તેવા મજૂરોન હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે.
હજુ પણ લોક ડાઉન વધારે ખેંચાય તો ખેડૂતો માટે કેટલાય પ્રકારની મુસીબતો ઊભી થઈ શકે તેમ છે. જેને લઇને અત્યારે ખેડૂતો અસમંજસમાં છે કે તેને શું કરવું કયા પ્રકારનું વાવેતર કરવું તે તમામ પ્રકારના પ્રશ્નો અત્યારે હાલ ખેડૂતો માટે હાલ મહત્વના છે. હવે આવનાર સમયમાં ખેડૂતો માટે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે આવનારો સમય જ બતાવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube