લોકડાઉનને કારણે કાકડી ન વેચાઈ, અને આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતે આત્મહત્યા કરી
કોરોના લોકડાઉન કારણે ખેડૂતે આત્મહત્યા (farmer suicide) કરવાની ફરજ પડી છે. અમદાવાદના ખેડૂતે આત્મહત્યા કરી છે. કાકડીની ખેતી કરતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાંની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ છે.
ઉદય રંજન/અમદાવાદ :કોરોના લોકડાઉન કારણે ખેડૂતે આત્મહત્યા (farmer suicide) કરવાની ફરજ પડી છે. અમદાવાદના ખેડૂતે આત્મહત્યા કરી છે. કાકડીની ખેતી કરતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાંની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ છે.
‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા ખેડૂત ગણપત દાંતાણી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ગણપતભાઈ જમીન ભાડે રાખીને કાકડીની ખેતી કરતા હતા. તેમજ ખેતીમાંથી જે કાકડીની આવક થાય તેને લારી પર વેચીને ગુજરાન ચલાવતા હતા. કોરોના લોકડાઉન હોવાના કારણે કાકડી વેચી ન શક્યા હતા. લોકડાઉનમાં આવક ન થતા ખેડૂત ચારેબાજુથી આર્થિક ભીંસમાં આવી ગયા હતા. ગણપતભાઈના પરિવારે જણાવ્યું કે, તેઓએ આર્થિક તંગીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. લોકડાઉનના કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું અમદાવાદ એ-ડિવીઝનના એસીપી મુકેશ પટેલે આ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં અનેક લોકોની હાલત કફોડી બની છે. ગરીબોની રોજિંદી આવક પર બ્રેક લાગ્યો છે. ગુજરાતનાં અનેક લોકો એવા છે જે રોજિંદા કામ કરીને આવક મેળવે છે. આવામાં ઉદ્યોગ ધંધા બંધ થતા લોકોની કમર તૂટી છે. તેથી ગરીબીથી કંટાળીને અમદાવાદના ખેડૂતે મોતનો રસ્તો અપનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર