મયુર સંધિ/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લાના જશાપર ગામની સીમમાં અફીણનું વાવેતર ઝડપાયું છે. સાયલા તાલુકાના જુના જશાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં એક ખેડૂતે અફીણનું વાવેતર કર્યુ હતું. અફીણનો પાક ત્યાર થાય તે પહેલાં SOG  પોલીસની ટીમ ત્રાટકી હતી. ખેડૂત એટલો શાણો હતો કે, તેણે ચારેતરફ ચીકુ અને મોસંબીના પાક ઉભો કર્યો હતો, જેથી મોસંબીની મહેંક વચ્ચે અફીણની મહેંક ઢંકાઈ જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અનેક ખેડૂતો હવે વધુ આવક રળવા માટે ખોટા રસ્તા અપનાવી રહ્યાં છે. ખેડૂતો છુપી રીતે અફીણની ખેતી કરી રહ્યાં છે. જે મામલે હવે ગુજરાત પોલીસ એક્ટિવ બની છે. સુરેન્દ્રનગરમાં એસઓજીની ટીમે એક ખેડૂતે છુપા રીતે કરેલ અફીણની ખેતી પકડી પાડી છે. 


આ પણ વાંચો : અમદાવાદના PG માં થઈ ચોરી, તસવીરોમાં જુઓ કેવી રીતે યુવકે દબાતા પગે આવીને મોબાઈલ સેરવી લીધો  


એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, જશાપર ગામના રમેશભાઈ જેશાભાઈ કાલરીયાનુ ખેતર ગામની સીમમાં આવેલુ છે. તેમણે ચારેતરફ લીંબુ, ચીકુ અને મોસંબીના બાગાયતી પાક ઉભા કર્યા હતા. પરંતુ તેની વચ્ચે તેમણે અફીણની ખેતી કરી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.


ખેડૂત પાસેથી પકડાયેલો અફીણનો જથ્થો એટલો બધો હતો કે, સાયલા પોલીસ મથક અફીણના જથ્થાનો સમાવેશ કરવા પણ ફાઁફા પડી ગયા હતા. ખેડૂતની અટકાયત કરીને તેની પાસેથી 23.72 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.


આ પણ વાંચો : રેલવે કર્મચારીઓએ કર્યું એવોર્ડ વિનિંગ કામ, ધ્યાન ન ગયુ હોય તો ભાવનગર-ઓખા ટ્રેન ભડકે બળીને ખાખ થઈ જાત


ખેડૂતની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, તેણે હાઈવે પરથી પસાર થતા એક ટ્રક ડ્રાઈવર પાસેથી અફીણના બિયારણ મેળવ્યા હતા. જેના બાદ તેણે આઈડિયા વાપરીને બાગાયતી ખેતી વચ્ચે અફીણની ખેતી કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે, ખેડૂતને બિયારણ આપનાર શખ્સ કોણ છે. તથા ખેડૂત કોને અફીણનુ વેચાણ કરવાનો હતો. આ ખેતીમા અન્ય કોઈ સંડોવાયેલ થે કે નહિ.