અમદાવાદના PG માં થઈ ચોરી, તસવીરોમાં જુઓ કેવી રીતે યુવકે દબાતા પગે આવીને મોબાઈલ સેરવી લીધો
pg in ahmedabad : સોલામાં આવેલા અનુશ્રુતિ એપાર્ટમેન્ટના પીજી હાઉસમાંથી મોબાઈલ ચોરીની ઘટના બની હતી. પીજીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યુ કે, રાજકોટથી આવેલ પેઈંગ ગેસ્ટે મોબાઈલ ફોનની ચોરી કરી હતી
મૌલિક ધામેચા/અમદાવાદ :પીજીમાં અનેકવાર ચોરીના બનાવ બનતા રહે છે. બીજા રાજ્યમાંથી અને શહેરમાંથી આવેલા અનેક યુવક-યુવતીઓ પીજીમાં રહે છે. આવામાં તેમની વસ્તુઓની સલામતીને ધ્યાનમાં રાખીને પીજી સંચાલકો હવે સીસીટીવી કેમેરા લગાવતા થયા છે. ત્યારે સોલા વિસ્તારના એક પીજીમાં મોબાઈલ ચોરીની ઘટના બની છે. જેની સીસીટીવી અત્યંત ચોંકાવનારા છે. સોલામાં આવેલા અનુશ્રુતિ એપાર્ટમેન્ટના પીજી હાઉસમાંથી મોબાઈલ ચોરીની ઘટના બની હતી. પીજીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યુ કે, રાજકોટથી આવેલ પેઈંગ ગેસ્ટે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પીજીમાં બધા સૂઈ રહ્યા હતા ત્યારે યુવકે બિલાડી પગે આવીને મોબાઈલની ચોરી કરી હતી. મોબાઈલ ચોરીની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ત્યારે સોલા પોલીસે મોબાઈલ ચોરીની ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos