બનાસકાંઠા : જિલ્લાના વખા સબ સ્ટેશન ખાતે છેલ્લા પાંચ દિવસથી દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો 8 કલાક વીજળીની માંગ સાથે ધરણા પર બેઠા છે. આજે ધરણાના સમર્થનમાં ખેડૂત મહિલાઓ પણ દાતરડા લઈને વખા સબ સ્ટેશન ખાતે પહોંચી હતી. દાતરડા સાથે મહિલાઓ આંદોલનમાં પહોંચતા આંદોલન ઉગ્ર બન્યું છે. હવે પૂરતી વીજળી માટે ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદારોએ દેવાધિદેવ સોમનાથ મહાદેવના શરણમાં સમર્પિત કર્યું કરોડોના ખર્ચે બનેલું અતિથિગૃહ


દાતરડા સાથે આંદોલન સ્થળે પહોંચતી મહિલાઓ ટ્રેક્ટરમાં ઢોલ સાથે નીકળેલા ખેડૂતો બાઈક પર જય કિસાન જય જવાનના નારા લગાવતા યુવા ખેડૂતો ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ બનાસકાંઠાના વખા સબ સ્ટેશન ખાતે પાંચ દિવસથી ચાલતા વીજ આંદોલનમાં જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીની આગેવાનીમાં 5 દિવસથી 8 કલાકની વીજળીની માગ સાથે ધરણા પર બેઠા છે. ધરણાના પાંચમા દિવસે ખેડૂત મહિલાઓ પણ પાક કાપવાના દાતરડા સાથે ટ્રેક્ટરોમાં ભરીને વખા સબ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોકે હવે ખેડુતોનું ધરણા પ્રદશન દિવસેને દિવસે ઉગ્ર બનતું જાય છે. વીજળીની માંગ સાથે હવે ખેડૂતો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો વીજળી નહિ મળે તો અમે પશુપાલકો સાથે ગાંધીનગર જઇશું.


અરવલ્લી જિલ્લામાં લાખો રૂપિયાના ઘરેણાની ચોરી, તસ્કરો બેફામ પોલીસ ચોરને શોધી રહી છે


ખેડૂતો પણ હવે સરકાર સામે લડી લેવાના મુડમાં છે. આજે તો મહિલાઓ જ આવી હતી પણ જો વીજળી નહિ મળે તો પશુપાલકો સાથે ગાંધીનગર જઈશું તેવું પણ આહ્વાન કર્યું હતું. જો વીજળી નહિ મળે તો અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. આંદોલનના સમર્થનમાં છેલ્લા બે દિવસથી ખેડૂત નેતા પાલ આંબલિયા પણ વખા સબ સ્ટેશન પર ધરણામાં બેઠા છે. આજે ખેડૂત નેતા પાલ આંબલિયા એ ઉર્જા મંત્રી ના 6 કલાક વીજળી વાળા નિવેદનને ડંફાંસો ગણાવી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે સરકારે આઠ કલાકમાં થી છ કલાક વીજળી કરીને બે કલાક વીજળીની ઓછી આપવાની જાહેરાત કરી છે.


GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, 26 સાજા થયા એક પણ મોત નહી


ઉર્જા મંત્રી ફક્ત વીજળી આપવાની જાહેરાતો કરીને ફક્ત ડંફાંસો કરે છે તેમને હકીકત જોઈને 8 કલાક વીજળી આપવી જોઈએ. વીજળી આંદોલનના પાંચમા દિવસે કોંગ્રેસના દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા અને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ ધરણાં સ્થળે પહોંચ્યા હતા. ખેડૂતના દિકરા તરીકે ખેડૂતોના ધરણાને સમર્થન જાહેર કર્યું હતું. સરકારને આઠ કલાક પૂરતી વીજળી આપવા માંગ પણ કરી હતી. ખેડૂતો માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.ખેડૂતોનું પાંચમાં દિવસે વીજ આંદોલન ઉગ્ર બન્યું હતું અને ખેડૂતોએ વીજ કચેરીને ઘેરી લીધી હતી. ખેતી માટે આઠ કલાક વીજળી માગ સાથે ચાલી રહેલા આંદોલનનો આજે પાંચમો દિવસ રહ્યો હતો ત્યારે રાત્રે ખેડૂતો આંદોલન સ્થળે રમેલનો કાર્યક્રમ યોજશે. ત્યારે આવતીકાલે રસ્તા પર ભીખ માગવાનો અને ખેડૂત મુંડણનો કાર્યક્રમ યોજવાનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube