ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ 91 નમુનાઓ લેવાયા છે અને તે પૈકી 107 ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત રૂ.389.17 લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુરમાં કેમ કોઈ નમતું જોખવા તૈયાર નથી? વધુ એક સ્વામીનું નિવેદન જાણી લોહી ઉકળશે!


તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યનાં કુલ 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવાનાં ઉત્પાદક એકમોમાં ઓચીંતી તપાસ કરવા માટે સ્ક્વોર્ડની રચના કરી કુલ 37 અધિકારીઓને આકસ્મિક તપાસની કામગીરી સોંપવામાં આવી હતી. આ સ્ક્વોર્ડ દ્વારા તા.7 અને 8 ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં કુલ 320 જંતુનાશક દવા ઉત્પાદક એકમોમાં તપાસ કરવામાં આવી. જે દરમ્યાન જંતુનાશક દવાનાં કુલ 84 નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં 7 નમુનાઓ મળી કુલ 91 નમુનાઓ લેવામાં આવ્યા છે. 


ગુજરાત: મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, કપલોને ટાર્ગેટ કરી યુવતી સાથે કરાતી બદસલૂકી


તેમણે ઉમેર્યુ કે, આ ઓચિંતી તપાસ દરમિયાન જોવા મળેલી વિવિધ પ્રકારની વિસંગતતા અનુસંધાને વિવિધ ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપવામાં આવી છે તેમજ અંદાજીત રૂ.389.17 લાખની કિંમતનો 51,426 કિગ્રા/લિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. ચાલુ ખરીફ ઋતુમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ સમય અંતરે આયોજન કરવામાં આવનાર છે.


નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy