કેતન બગડા/અમરેલી: કપાસનો ભાવ તળિયે બેસી જતા અમરેલી જિલ્લાના ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કપાસના સારા ભાવની આશાએ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો હતો. પરંતુ હાલ કપાસનો ભાવ રૂપિયા 1,400 થી લઈને રૂપિયા 1600 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયા કપ 2023 અંગે પાકિસ્તાને આપ્યું અલ્ટીમેટમ, હવે BCCI લેશે અંતિમ નિર્ણય


અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. અમરેલી જિલ્લામાં કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે ગત વર્ષે ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા 2700 સુધીનો મળ્યો હતો. આ ભાવની આશાએ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરવાનો ચાલુ કરી દીધું હતું. પરંતુ દિવસે અને દિવસે કપાસનો ભાવ ખેડૂતોને ઓછો મળી રહ્યો છે. હાલ ખેડૂતોને કપાસનો ભાવ ₹1400 થી લઈને રૂપિયા 1600 સુધીનો ભાવ મળી રહ્યો છે.


આ ગુજરાતી આર્કિટેક્ટે નવુ સંસદ ભવન બનાવવા કેટલા રૂપિયા લીધા? ચારેતરફ થઈ રહી છે ચર્ચા


આમ ગત વર્ષની સરખામણીમાં કપાસનો ભાવ ખૂબ જ નીચો છે ખેડૂતોને આશા હતી કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને કપાસનો ભાવ સારો મળશે ₹2700 સુધીનો ભાવ ખેડૂતોને મળશે પરંતુ આ આશા ખેડૂતોને નિરાશા તરફ લઈ ગઈ છે અને હાલ ખેડૂતોને કપાસનો ભાવ ₹1600 સુધીનો મળી રહ્યો છે. દર વર્ષે અમરેલી જિલ્લામાં કપાસનો મોબલક પાક થાય છે. કપાસનો ભાવ સારો મળે છે તે માટે ખેડૂતો મોટાભાગે કપાસનું જ વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરીને સારા ભાવની આશાએ કપાસ સાચવી રાખ્યો હતો. ત્યારે કપાસનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. 


વાળ ખરવાથી લઈને પીરિયડના દુખાવા સુધી કેસરનું પાણી પીવાના ફાયદા જાણો


દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તેવી જ રીતે ખેતીમાં પણ ખેડૂતોને મોંઘવારી નો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા 2700 મળશે તે આશા રાખીને અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો કપાસનો સંગ્રહ કરવા લાગ્યા હતા પરંતુ અચાનક જ કપાસનો ભાવ ગગડી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સંગ્રહ કરેલ કપાસને લાંબો સમય કેમ રાખવો તેની મૂંઝવણ પણ ખેડૂતોને સતાવી રહી છે. દિવસેને દિવસે મજૂરીના ભાવ બિયારણ ખાતર તેમજ દવાના ભાવ વધી રહ્યા છે ત્યારે કપાસના  ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 


સંસદ સુધી પહોંચવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ બેરિકેડિંગ તોડી ધક્કામુક્કી કરી


શરૂઆતમાં કપાસના ભાવ ખૂબ જ સારા મળતા ખેડૂતોએ કપાસ વેચ્યો હતો. પરંતુ ગત વર્ષે કપાસનો ભાવ રૂપિયા 2700 ને પાર થઈ ગયો હતો તે જ આશા રાખીને ખેડૂતો કપાસનો સંગ્રહ કરવા લાગ્યા હતા. પરંતુ કપાસનો ભાવ ખૂબ જ ઓછો મળતા સંગ્રેહ કરેલ કપાસને હવે ક્યાં મૂકવો તેની મૂંઝવણમાં ખેડૂતો મુકાયા છે ત્યારે જોવાનું એ રહ્યું કે ખેડૂતોએ જે કપાસનો સંગ્રહ કર્યો છે તેના ભાવ યોગ્ય મળે છે કે નહીં. અમરેલી જિલ્લાના ખેડૂતો પાસે 500 મણથી લઈને 2000 મણ સુધીનો કપાસ પડ્યો છે.


Best Selling Car: માત્ર ₹3 લાખમાં ઘરે લાવો દેશની સૌથી વધુ વેચાતી કાર!, જાણો વિગતો