ધવલ પરીખ/નવસારી: નવસારી બાગાયતી જિલ્લો છે. જેમાં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે. ત્યારે આજે લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ થતા પ્રથમ દિવસે જ અમલસાડ માર્કેટ યાર્ડમાં 4થી 5 હજાર મણ ચીકુની આવક નોંધાઇ હતી. જેની સાથે જ ચીકુના ભાવ 1250થી 2200 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયુ ગુજરાત? જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન


છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં ચીકુના પાકમાં નવસારીના ખેડૂતો નુકશાની વેઠી રહ્યા છે. આ વર્ષે પણ ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે ચીકુમાં ખરણ થવા સાથે ગુણવત્તા ઓછી થવાની ભીતી હતી. જ્યારે ઉત્પાદન પણ પાછળ થેલાશે. જોકે ગણદેવી તાલુકાની સહકારી મંડળીઓ સહિત અમલસાડ માર્કેટ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે ભારતભરમાં જાણીતા અમલસાડી ચીકુની આજે લાભ પાંચમના પાવન દિવસે 4 હજાર મણથી વધુ આવક થઈ હતી. જેમાં પણ ખેડૂતોને A1 ક્વોલિટીના ચીકુનો ભાવ 1200 થી 2200 રૂપિયા તેમજ A2 ચીકુના ભાવ 400 થી 700 રૂપિયા રહેતા ખેડૂતોમાં સીઝન સારી જવાની આશા બંધાઈ છે. જ્યારે વાતાવરણને કારણે હાલમાં તો ચીકુ દેખાઈ રહ્યા છે. પણ 15 દિવસ પછી આવક ઘટશે અને ડિસેમ્બર બાદ સીઝન જામશેનું વેપારીઓ માની રહ્યા છે. 


અંબાલાલે તડકતા-ફડકતા અંગ્રેજીમાં ફરી જબ્બર આગાહી! પબ્લિક ગોથે ચઢી, VIDEO વાયરલ


અમલસાડ APMC માં દીવાળી બાદ લાભ પાંચમથી જ ચીકુની આવક શરૂ થઇ છે. પરંતુ અતિવૃષ્ટિએ કારણે આ વખતે ચીકુની સીઝન 15 દિવસથી વધુ પાછળ ઠેલાય એવી સ્થિતિ છે. જોકે આજે માર્કેટમાં 4 હજાર મણથી વધુ ચીકુની આવક થવા સાથે ભાવ પણ સારા રહ્યા છે. પરંતુ પાછોતરા વરસાદને કારણે ચીકુના ઉત્પાદન ઉપર અસર થવાથી ખરી સીઝન ડિસેમ્બરથી શરૂ થશે. જોકે પાછળ એપ્રિલ મેની સીઝનમાં મબલખ ચીકુની આવક થવાની સંભાવના પણ સેવાઈ રહી છે. જેથી ટ્રેન દ્વારા દિલ્હી મોકલતા ચીકુના ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહેશે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચીકુનું ઉત્પાદન ઓછું થવાની પણ મંડળીને ચિંતા છે. 


શું પ્રજાને ફરી કરવું પડશે આંદોલન? 63 કિ.મીમાં 3 ટોલનાકાં, ઉઘાડી લૂંટ છતાં NHAI મૌન


જ્યાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે બદલાતા વાતાવરણે ચીકુના ખેડૂતોને ગત વર્ષોમાં રડાવ્યા હતા. ત્યાં આ વર્ષે પણ પાછોતરા વરસાદથી ચીકુની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર રહેવાની ભીતિથી ખેડૂતોની સાથે મંડળી અને વેપારીઓની ચિંતા વધી છે.


વર્ષ 2025ની સૌથી ભાગ્યશાળી 4 રાશિઓ, જેના બધા સપના થશે પૂરા, દરેક મોરચે મળશે સફળતા