ગુજરાતી ન્યૂઝGujaratઅંબાલાલે તડકતા-ફડકતા અંગ્રેજીમાં ફરી જબ્બર આગાહી! પબ્લિક ગોથે ચઢી, વાયુવેગે VIDEO વાયરલ

અંબાલાલે તડકતા-ફડકતા અંગ્રેજીમાં ફરી જબ્બર આગાહી! પબ્લિક ગોથે ચઢી, વાયુવેગે VIDEO વાયરલ

હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. 

અંબાલાલે તડકતા-ફડકતા અંગ્રેજીમાં ફરી જબ્બર આગાહી! પબ્લિક ગોથે ચઢી, વાયુવેગે VIDEO વાયરલ

Gujarat Weather Forecast: ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી શરૂ થઈ રહ્યો છે. સંપૂર્ણ શિયાળો ક્યારે જામશે તે અંગે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી નાંખી છે. હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

Add Zee News as a Preferred Source

અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.

સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.

હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વૈજ્ઞાનિક એકે દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે. 

હવામાન વૈજ્ઞાનિક એકે દાસે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો લેટ છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.  હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ઠંડીના આગમન વિશે મહત્વની માહિતી આપતા જણાવ્યું છેકે, ગુજરાતે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જયારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં નોંધાયું. આગામી પાંચથી સાત દિવસ તાપમાન યથાવત રહેશે. 

જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news