મોરબી: જિલ્લામાં આવતા પાંચ તાલુકાઓની અંદર ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને અધૂરામાં પૂરું હાલમાં કમોસમી વરસાદ પણ તાલુકાની અંદર જુદા જુદા વિસ્તારોમાં પડી રહ્યો છે ત્યારે હળવદ તાલુકો કે જે મોટા ભાગે ખેતી આધારિત તાલુકો છે ત્યા ખેતીમાં ભારે વરસાદ અને કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ગઇકાલે ચરાડવામાં ખેડુતોને અન્યાય નહી થાય તેવી વાત કહી હતી. જેથી ખેડુતોને પાક વિમો પુરો ચુકવવામાં આવે તેવી ખેડુતોની માંગણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું


મોરબી જીલ્લાનો હળવદ તાલુકો આજની તારીખે પણ ખેતી આધારિત છે. આ તાલુકામાં કપાસ, મગફળી, એરંડા, તલી સહિતના પાકોનું ઉત્પાદન લઇને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. જો કે ચાલુ વર્ષ ચોમાસા દરમિયાન હળવદ તાલુકામાં ભારે વરસાદ પડયો હતો. જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહ્યા હતા. નદી, નાળા અને ડેમમાંથી છુટેલા પાણી પણ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેથી કરીને ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. છતાં પણ કેટલાક ખેડૂતો આશા હતી કે ખેતીમાંથી ગુજરાન ચલાવી શકાય તેટલી આવક ચાલુ વર્ષે થઇ જશે. પરંતુ મહા નામના વાવાઝોડાની અસરના કારણે છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હળવદ તાલુકાની અંદર પણ કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, એરંડા સહિતના પાકને નુકસાન થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.


જમવા ગયેલા દલિત યુવકોને ઢોર માર માર્યો, જીજ્ઞેશ મેવાણીએ આપી ગુજરાત બંધની ચિમકી


કોન્ટ્રાક્ટરની ભૂલના લીધે વડોદરાના 3 લાખ લોકો તરસે ટળવળશે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કરી માંગ


હળવદ તાલુકામાં વરસાદના કારણે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેઓના ખેતરમાંથી કોઈપણ જાતની ઉપજનીપજ થાય તેવી આશા રહી નથી. હવે ખેડૂતો માટે એકમાત્ર આધાર સરકાર અને વીમા કંપની છે જેથી કરીને ખેડૂતોએ પાકવીમા લીધેલા છે. તેઓને વીમાકંપની દ્વારા પુરતું વળતર ચૂકવવામાં આવે તે જરૂરી છે. જો ખેડૂતોને વિમા કંપની તરફથી વિમા કે પછી સરકાર તરફથી કોઈપણ જાતની સહાય નહીં મળે તો આગામી એક વર્ષ ખેડૂતો માટે કપરું બની રહેશે. આ વર્ષે ખેડૂતોએ ખેતરની અંદર વાવણી કરેલ મગફળી, કપાસ સહિતના પાકોનું ઉપર વરસાદી પાણી પાણી ફરી વળ્યા છે. જેથી ખેડૂતોના આશા તેમજ અરમાનો પણ પાણીમાં ધોવાઇ ગયા છે. ગઈકાલે ચડવા ખાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટૂંકમાં કહ્યું હતું કે ખેડૂતોને અન્યાય ન થાય. જેના માટે થઈને રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકાર અને વીમા કંપની સાથે લાઇઝનિંગમાં છે. દરેક ખેડૂતોને ન્યાય મળશે માટે આ વાતને સરકારી સાકાર કરી બતાવે તેવુ હળવદ તાલુકાના ખેડૂતો ઇચ્છી રહ્યા છે.


મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


 


કુદરતી કે પછી કૃત્રિમ આફતના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તો પૂરતું વળતર મળી રહે તેના માટે થઈને ખેડૂતો દ્વારા પાક વીમા લેવામાં આવતા હોય છે. જો કે દર વખતે પાક વીમાની ચુકવણીમાં વીમા કંપનીઓ દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવે છે. ખેડૂતોને તેઓ હક્કનું વળતર પણ વીમા કંપની દ્વારા આપવામાં આવતું નથી. આ વર્ષે જ્યારે મોરબી જિલ્લાની ન બને તે જરૂરી છે કેમ કે, જીલ્લામાં ભારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોએ ખેતીનો પાક લેવા માટે જે ધિરાણ લીધા છે તેની ભરપાઈ ખેડૂત કરી શકે તેમ નથી જેથી કરીને ખેડૂતો રાજ્ય સરકારએ વીમા કંપનીની સામે આશાની મીટ માંડીને બેઠા છે.