જસદણનો જનાદેશ કોને ફળશે હાલ એ જ ચર્ચા ચાલી રહ્યા છે. ત્યારે જસદણમાં વિરોધના સૂર પણ ઊંચા થયા છે. રોજગારી, પાણી, ઉદ્યોગોની મંદી જેવી અનેક સમસ્યાઓથી જસદણની જનતા પીડાઈ રહી છે. ત્યારે તેમનો આક્રોશ આ પેટાચૂંટણીમાં જોવા મળ્યો છે. એક તરફ વિફરાયેલા ખેડૂતોએ ખેતીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ પારેવડા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોએ લસણ-ડુંગળીનો હાર પહેર્યો 
ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની પરિસ્થિતિ વિફરી રહી છે, તેમાં જસદણના ખેડૂતો પણ બાકાત નથી. ત્યારે ખેડૂતોનો આ ગુસ્સો જસદણ પેટાચૂંટણીમાં જોવા મળ્યો હતો. વીરનગર ખાતે ખેડૂતોએ લસણ-ડુંગળીના હાર પહેરીને અનોખી રીતે મતદાન કર્યું હતું. પોતાના પાકના પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ આવા વિરોધ પ્રદર્શન સાથે મતદાન કર્યું હતું. તેમણે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. 'જય જવાન જય કિસાન'ના નારા લગાવીને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરંતુ પોલીસે ખેડૂતોને મતદાન કરતા અટકાવ્યા હતા. આથી ગામના સરપંચ પરેશ રાદડિયા દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.


પાણીની સમસ્યાથી મતદાનનો બહિષ્કાર
જસદણના પારેવડામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓે પાણીની સમસ્યાથી ગુસ્સે થઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મહિલાઓને ગામમાં એક જ જગ્યાએ પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે મહિલાઓએ આ સમસ્યામાંથી મુક્તિ માંગીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.