ચેતન પટેલ/ સુરત: સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો બનાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં સુરતમાં (Surat) વીડિયો બનાવવાની બાબતે ઝગડો થતા મામલો પોલીસ સ્ટેશન (Surat Police) સુધી પહોંચ્યો હતો. જેને લઇને એક ફેશન ડિઝાઈનર (Fashion Designer) યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન આખું માથે લીધુ હતું. ત્યારે આ સમગ્ર ઘટનાને સ્થાનિક દ્વારા વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એક ફેશન ડિઝાઈનર (Fashion Designer) યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. 19 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીએ તેનો મિત્ર અબ્દુલ મજીદ નઝીરની અટકાયતી પગલાં ભરતા પોલીસ (Surat Police) સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઇ હતી અને તે દરમિયાન વીડિયો બનાવી રહી હતી. જો કે તે સમયે ત્યાં પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.


આ પણ વાંચો:- IFFCO કંપનીએ બનાવ્યું નેનો ખાતર, ઓલપાડના ખેડૂતોને મળશે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન



જે બાબતે અબ્દુલ અને પાણી વેચનાર મહિલા રશ્મિ વચ્ચે બબાલ થઈ હતી. ઝગડો થતા પાણી વેચનાર રશ્મિએ 181 માં કોલ કર્યો હતો જેના કારણે બંને પક્ષકારને ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં પોલીસ દ્વારા અબ્દુલ સામે અટકાયતી પગલાં ભરવામાં આવતા તેની મિત્ર ફેશન ડિઝાઈનર યુવતીએ હંગામો મચાવ્યો હતો. યુવતી ઉમરા પોલીસ સ્ટેશનની બહાર સૂઈ જઈ નોટંકી કરી હતી.


આ પણ વાંચો:- Motera Stadium માં મેચના સાક્ષી બનવા ક્રિકેટ ચાહકો આતુર, પિંક બોલ ટેસ્ટમાં પિચ બનશે મહત્વપૂર્ણ


જો કે મહિલા પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં યુવીત ન માનતા પોલીસે સખ્તાઈ કરવી પડી હતી. પોલીસે હંગામો મચાવનાર યુવતી વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેર કરતા હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube