IFFCO કંપનીએ બનાવ્યું નેનો ખાતર, ઓલપાડના ખેડૂતોને મળશે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન

ઓલપાડના સાયણ ખાતે જીલ્લા સહકારી સંમેલન યોજાયું હતું. ખેતી આધુનિક અને ટેકનોલોજીથી થયા અને 2020 માં ખેડૂતોની આવક બમણી થાય એવી સહકારી સંમેલનમાં ચર્ચા થઇ હતી. ઇફકો કંપની દ્વારા નેનો ખાતર બનાવાયું જેનાથી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળશે

IFFCO કંપનીએ બનાવ્યું નેનો ખાતર, ઓલપાડના ખેડૂતોને મળશે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન

કરણસિંહ ગોહિલ/ ઓલપાડ: ઓલપાડના સાયણ ખાતે જીલ્લા સહકારી સંમેલન યોજાયું હતું. ખેતી આધુનિક અને ટેકનોલોજીથી થયા અને 2020 માં ખેડૂતોની આવક બમણી થાય એવી સહકારી સંમેલનમાં ચર્ચા થઇ હતી. ઇફકો કંપની દ્વારા નેનો ખાતર બનાવાયું જેનાથી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળશે.

ઓલપાડના સાયણ જીન ખાતે યોજાયેલા જીલ્લા સહકારી સંમેલનમાં ઓલપાડ–ચોર્યાસી સંઘના આગેવાનો, સભાસદો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતો આધુનિક અને ટેકનોલોજી દ્વારા ખેતી કરે જેનાથી ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે એ મુદ્દે ચર્ચા થઇ હતી. ખાસ કરીને સમગ્ર ભારતમાં અવ્વલ ખાતર બનાવતી ઇફકો કંપની દ્વારા નેનો ખાતર બનાવાયું છે જે લીક્વીડ સ્વરૂપનું હશે અને પાક પર છાંટી શકાશે.

દક્ષીણ ગુજરાતમાં સહકારી માળખું ખુબ મજબુત છે અને એ માળખા દ્વારા ખેડૂત આ વિસ્તારનો સદ્ધર છે. તેમાય ઓલપાડ તાલુકામાં સોથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે. આ મંડળીઓ નહી નફો, નહી ખોટના સિદ્ધાંત પર કામ કરે છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે. આ વિસ્તારના ખેડૂતો માટે સહકારી મંડળીઓ આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ મંડળીઓ સતત ખેડૂતો સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકે એ માટે સતત વિવિધ કાર્યકમો અને વિવિધ સંમેલનો યોજે છે.

ખેડૂતોને સાચું અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતો કેવી રીતે ખેતીમાં સારું ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. સાયણ ખાતે યોજાયેલા જીલ્લા સહકારી સંમેલનનો હેતુ એટલો હતો કે, ખેડૂતો આધુનિક અને ટેકનોલોજીથી ખેતી કરે ઓછી મહેનતે સારું ઉત્પાદન મેળવે. પ્રધાનમંત્રી દ્વારા 2022 માં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર પણ ખેડૂત માટે વિવિધ યોજના લાવી રહી છે.

સમગ્ર ભારતમાં ખાતર બનાવતી ઇફકો કંપની દ્વારા નેનો ખાતર વિકસાવવામાં આવ્યું છે. આ ખાતર લીક્વીડ સ્વરૂપમાં બનાવાયું છે. જે સીધુ પાક પર છાંટવામાં આવશે. જેનાથી સારું ઉત્પાદન મળશે અને જમીનને નુકશાન પણ થશે નહિ. આ જીલ્લા સહકારી સંમેલનમાં ઇન્ડિયન ફાર્મસ ફર્ટીલાઈઝર કો.ઓ.લી.ઇફકો તથા ઓલપાડ-ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સયુકત ઉપક્રમે સહકારી પરિષદ યોજાઈ હતી. જેમાં સુરત DISTRCT બેકના પ્રમુખ નરેશ પટેલ, જયેશ પટેલ, એન.એસ.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news