હાર્દિક દીક્ષિત/ વડોદરા: શહેરમાં આજે ફેશન વિક ઓફ ગુજરાત નામની સંસ્થા દ્વારા એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ ભર માં જ્યારે caa ના કાયદાને લઈ ને વિવિધ શહેરો માં તોફાનો ફાટી નીકળ્યા હતા.ત્યારે વડોદરા  માં આજે ફેશન વિક ઓફ ગુજરાત નામની સંસ્થા દ્વારા એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.લોકોમાં caa ના કાયદા ને લઈને જાગૃતતા ફેલાય અને દેશ ના નાગરિકો ભાઈચારા થી રહે તેવો આ શો રાખવા પાછળ નો ઉદેશ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન કરવા ઇચ્છતા યુવાનો જરૂરથી આ સમાચાર વાંચે, પછી કહેતા નહી કે કીધું નહી...


આ ફેશન શો માં ભાગ લેવા માટે રાજ્ય ના વિવિધ શહેરો માંથી મોટી સંખ્યા માં યુવકો યુવતીઓ તથા નાના બાળકો આવ્યા હતા અને તેઓએ દ્વારા વી સપોર્ટ caa અને આઈ લવ માય ઇન્ડિયા જેવા પોસ્ટરો સાથે  સ્ટેજ પર રેમ્પ વોક કરી ને અનોખી રીતે caa ના કાયદાનું સમર્થન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો માં ભાગ લેનાર મોડેલો એ વિવિધ ધર્મ ના પરિધાન પહેરી ને caa ના કાયદાનો અનોખો પ્રચાર કર્યો હતો.આ કાર્યક્રમ માં વડોદરા સહિત રાજ્યના અન્ય શહેર ના નાગરિકો પણ જોડાયા હતા.આ શોમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમને આયોજકો ના આ અનોખા પ્રયાસ ને બિરદાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube